News Portal...

Breaking News :

બે વર્ષથી પોલીસને ચકમો આપતો વોન્ટેડ આરોપી આખરે ડભોઈ પોલીસના સકંજામાં

2026-07-28 10:23:23
બે વર્ષથી પોલીસને ચકમો આપતો વોન્ટેડ આરોપી આખરે ડભોઈ પોલીસના સકંજામાં

વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ પોલીસ સ્ટેશને 'ઓપરેશન પરાક્રમ' અંતર્ગત વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે વર્ષથી પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુનામાં ફરાર અને પોલીસને ચકમો આપતો વોન્ટેડ આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.


પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી સુનીલ મહેતાબ વાસ્કલે (રહે. ઝિંઝના પટેલ ફળિયું, પોસ્ટ આંબાડબેરી, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) મજૂરી અર્થે ખાનગી વાહનમાં કાઠિયાવાડ તરફ જવાનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે વેગા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનામાં વોન્ટેડ હતો અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ધરપકડ બાદ તેને ડભોઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં બંને ગુનામાં તેની કાયદેસરની અટકાયત કરવામાં આવી છે.

જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન પરાક્રમ' હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ફરાર આરોપીઓ સામે આગળ પણ આવી જ રીતે સઘન અભિયાન ચાલુ રહેશે. હાલ ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post