એક મહિલાએ બજિન્દર સિંહ પર પાંચ વર્ષ સુધી જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો.
ચંડીગઢ: પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારની સાથે ધર્માંતરણ વધ્યું છે. આવા સમયે સ્વયંભુ ખ્રિસ્તી ધર્મગુરુ બજિન્દરહ સિંહ ફરી એક વખત વિવાદોમાં સપડાયા છે. થોડા સમય પહેલાં બજિન્દરસિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધાયો હતો. હવે જાલંધરમાં બજિન્દર સિંહની ઓફિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તાજપુર ચર્ચનો પાદરી બજિન્દર સિંહ ગુસ્સામાં એક મહિલાને થપ્પડ મારતા અને કર્મચારી પર સામાન ફેંકતા જોવા મળે છે. પંજાબના જાલંધરમાં રહેતો બજિન્દર સિંહ 'ધ ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમ'નો પ્રમુખ છે અને પોતાને પૈગંબર બજિન્દર કહે છે.
ગયા મહિને તેની ઓફિસનું એક સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યું છે, જેમાં બજિન્દર સૌથી પહેલાં તો એક વ્યક્તિને વારંવાર થપ્પડ મારે છે. તેના પર છુઠ્ઠી ખુરશી ફેંકે છે.બજિન્દર ત્યાર પછી બાજુમાં બેઠેલી મહિલા સાથે ઝઘડો કરવા લાગે છે અને ખૂબ જ ગુસ્સામાં આવીને તે અચાનક મહિલાના મોં પર પુસ્તક જેવી વસ્તુ મારે છે. આથી મહિલા તેની પાસે જઈને વિરોધ નોંધાવે છે ત્યારે બજિન્દર તેને થપ્પડ પણ મારી દે છે. આ સમયે રૂમમાં હાજર અન્ય લોકો વચ્ચે પડતા જોવા મળે છે અને બજિન્દરને રોકવાનો પ્રયત્ન કરે છે. જોકે, બજિન્દર સિંહ જેમની સાથે ઝઘડો કરે છે તે તેમના કર્મચારીઓ હોવાનું કહેવાય છે. જોકે, આ ઝઘડો શેના કારણે થયો હતો તે જાણી શકાયું નથી. થોડા સમય પહેલા એક મહિલાએ સ્વયંભુ ધર્મગુરુ બની બેઠેલ બજિન્દર સિંહ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. મહિલાએ પોલીસે તેની ફરિયાદમાં કહ્યું હતું કે તે ૨૦૧૭માં બજિન્દરના ચર્ચમાં જોડાઈ હતી અને ૨૦૨૩માં ચર્ચ છોડી દીધું હતું.
Reporter: admin