ગાંધીનગર:દિવાળી ટાણે રાજ્ય સરકારના એક નિર્ણયથી સરકારના અનેક નાના કર્મચારીઓની દિવાળી સુધરી છે.
સરકારે દિવાળીના તહેવારને લઈને વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
રૂપિયા સાત હજારની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને લાભ મળશે.આ નિર્ણયને લઈને મુખ્ય પ્રધાને રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
Reporter: admin