દેવગઢ બારીયા: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે.
રાજ્યની 66 મનમાંથી 62માં ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસને 1 નગરપાલિકામાં સત્તા મળી છે. ત્યારે દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી લોહીયાળ બની છે.પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારિયા નગર પાલિકાની ચૂંટણી પરિણામ બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને જૂથ અડામણ લોહીયાળ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ કાપડી વિસ્તારમાં અમુક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ સર્જાય હતી.
આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. હાલ મામલાને શાંત પાડવા પોલીસની મદદ લેવામાં આવી રહી છે.સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીમાં બે મોટા અપસેટ પણ સર્જાયા હતા. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ હતી.
Reporter: admin