News Portal...

Breaking News :

ધનુર્માસના પ્રારંભ થતાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકામાં દર્શન સમયમાં ફેરફાર

2024-12-19 09:37:02
ધનુર્માસના પ્રારંભ થતાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકામાં દર્શન સમયમાં ફેરફાર


વડોદરા : ધનુર્માસના પ્રારંભ થતાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકામાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


આ સમયે સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં રહે છે. આ ધન રાશિમાં સૂર્યનું રહેવું તેને ધનુર્માસ, ધનાર્ક અથવા વિવાહાદિ વ્યાવહારિક દૃષ્ટિએ શુભ ગણાતા કાર્યોમાં કમુહૂર્તારૂપ ધનારક પણ કહેવાય છે.પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ડાકોર મંદિરે આવનારા યાત્રિકો ભગવાન રણછોડજીની મંગળા આરતીના દર્શન સવારે 06:15 કલાકે થશે. ધનુર્માસનો પ્રારંભ થયો હોવાથી સવારે 6:45 વાગે યોજાતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 


મંગળા આરતીનો સમય 6:45 વાગ્યાનો હતો જે હવે થશે સવારે 6:15 વાગ્યે થશે. આ સાથે જ રણછોડરાયજીને વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે અને ભગવાનને પ્રાતઃ સવારે ધર્નુમાસની વિશેષ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે.દ્વારકાધીશ જગતમંદિરમાં ધનુર્માસના ઉત્સવો દરમિયાન ભગવાન રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન 19 ડિસેમ્બર 2024ને મંગળવારને ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર 10.30 કલાકે, ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તો 24 ડિસેમ્બર 2024 ગુરૂવારે ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.

Reporter: admin

Related Post