News Portal...

Breaking News :

કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ

2025-03-11 18:02:56
કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ


વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. તેના માટે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ નજીકના કેન્દ્ર પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી શકશે.


ખેડૂતોને દરેક પાકના પોષણ ક્ષણ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ-ભારતીય કપાસ નિગમ લી. (CCI) દ્વારા આગામી સપ્ટેમ્બર-2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.કપાસ માટે રૂ. 7,471 ટેકાનો ભાવ જાહેરભારત સરકારે કપાસ માટે રૂ. 7,471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. 


ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી તા. 15 માર્ચ, 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમય મર્યાદામાં અરજી કરી હશે, તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

Reporter: admin

Related Post