ડભોઇ: તરસાણા ચોકડી થી ગોપાલપુરા સુધી સ્ટેટ હાઇવે ની તમામ સોલાર લાઈટો બંધ હોવાના કારણે દરેક બસ સ્ટેશન પર રાત્રી દરમિયાન અંધારપટ છવાઈ જાય છે.

નોકરી ધંધે થી રાત્રે દરમિયાન આવતા લોકોને તલસાણા ચોકડી ટીંબી ફાટક ચોકડી પણસોલી પણસોલી વસાહત અકોટાદર વસાહત ગોપાલપુરા સીમડીયા દરેક સ્ટેશન પર સ્ટેટ હાઇવે દ્વારા સોલાર લાઈટો લગાવવામાં આવી હતી તમામ સોલાર લાઈટો બંધ હોવાના કારણે વાહન ચાલકોને આવતા મુસાફરોને રાત્રી દરમિયાન તકલીફ પડી રહી છે એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયા ફાળવી રહી છે

છતાં પણ અધિકારીઓ તેનો ઉપયોગ કરતા ના હોય નો વિવિધ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અને છેલ્લા બે મહિનાથી સ્ટેટ હાઇવે ની લાઈટો બંધ હોવાના કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે છતાં પણ કોઈ સ્ટેટ લાઇટો લગાવવામાં આવતી નથી વહેલી તકે તંત્ર દ્વારા દરેક ચોકડી અને સ્ટેશનો પર સોલાર લાઈટો ચાલુ કરે તેવી વાહન ચાલકો અને ગ્રામજન મુસાફરોની માંગ ઉઠવા પામી છે.

Reporter: admin