News Portal...

Breaking News :

વિવિધ વોર્ડમાં ભાજપના ચૂંટણી કાર્યાલયોના શુભારંભ

2026-07-15 11:30:26
વિવિધ વોર્ડમાં ભાજપના ચૂંટણી કાર્યાલયોના શુભારંભ

આગામી 30 જુલાઈએ યોજાનારી માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. ભાજપના ઉમેદવાર સતિષભાઈ પટેલના સમર્થનમાં વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયોના શુભારંભ સાથે પ્રચાર અભિયાનનો શ્રીગણેશ કરવામાં આવ્યો.


આ અગાઉ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મીના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ઉમેદવાર સતિષભાઈ પટેલે ઉમેદવારીપત્ર પણ ભર્યું હતું.
બૂથ લેવલ સુધી સુનિયોજિત ચૂંટણી વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે વોર્ડ-16માં તરસાલી સ્થિત અમર શ્રદ્ધા સોસાયટી (બંસલ મોલ પાસે), વોર્ડ-18માં માંજલપુરના સાંઈ ચોકડી પાસે આવેલા આરના કોમ્પ્લેક્સ અને વોર્ડ-19માં મકરપુરા ખાતે હનુમાન મંદિર સામે આવેલા વિંગ કોમ્પ્લેક્સમાં ચૂંટણી કાર્યાલયોના શુભારંભ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમોમાં ભાજપ શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, ઉમેદવાર સતિષભાઈ પટેલ, સહ-સંયોજક નરેન્દ્રભાઈ પટેલ, દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post