News Portal...

Breaking News :

અમિતનગર સર્કલ પરથી સગીરાનું રેસ્ક્યુ, અપહરણ કેસનો આરોપી ઝડપાયો

2026-07-15 11:27:34
અમિતનગર સર્કલ પરથી સગીરાનું રેસ્ક્યુ, અપહરણ કેસનો આરોપી ઝડપાયો

વડોદરા શહેર AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ટીમે અપહરણના ગુનામાં અપહરણ થયેલી સગીરાને અમિતનગર સર્કલ પાસેથી શોધી કાઢી છે. સાથે જ આ કેસના આરોપીને પણ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીરા અને આરોપીની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન AHTU ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે બંને અમદાવાદથી બસ મારફતે વડોદરા આવી અમિતનગર સર્કલ ખાતે ઉતરવાના છે.
માહિતીના આધારે AHTU ટીમે અમિતનગર સર્કલ આસપાસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી અને સગીરા બસમાંથી ઉતરતા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સગીરાનું રેસ્ક્યુ કર્યું હતું અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો.

પોલીસે આરોપી શિવકુમાર લલનભાઈ વિશ્વકર્મા (રહે. લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, વડોદરા)ને ઝડપી પાડી વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. AHTU ટીમની સતર્ક કામગીરીથી અપહરણ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી

Reporter: admin

Related Post