News Portal...

Breaking News :

ઉંચા વ્યાજે ધીરધાર કેસમાં એક આરોપી ઝડપાયો

2026-07-15 11:25:50
ઉંચા વ્યાજે ધીરધાર કેસમાં એક આરોપી ઝડપાયો

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ઉંચા વ્યાજે નાણાં ધીરધાર કરી ધમકી અને દબાણથી વધુ રકમ વસૂલવાના ગંભીર આરોપો હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો કામગીરી કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીએ વર્ષ 2018થી 2022 દરમિયાન અનિતાબેન મનોજભાઈ શર્મા અને રાકેશ મનોજભાઈ શર્મા પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 6 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. ફરિયાદ મુજબ, વર્ષ 2018થી ઓક્ટોબર 2025 દરમિયાન ફરિયાદીએ ઓનલાઇન તેમજ રોકડ મળી કુલ આશરે રૂ. 34 લાખની ચુકવણી કરી હોવા છતાં આરોપીઓ વધુ વ્યાજની માંગણી કરતા હતા.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યાજની રકમ ન ચૂકવતાં રાકેશ શર્મા, ઉસ્માનભાઈ મેમણ અને સમીરભાઈ મનસુરી ફરિયાદીના ઘરે જઈ ગાળો આપતા, જાનથી મારી નાખવાની ધમકી આપતા અને દબાણપૂર્વક વ્યાજની રકમ વસૂલતા હતા. ઉપરાંત ફરિયાદીના પતિને ધમકી આપી બાંહેધરી પત્રક અને યુનિયન બેંકનો ચેક પણ લઈ વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.
આ ફરિયાદના આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(2), 296, 351(3), 54 તેમજ ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમની કલમ 40, 42(એ), 42(ડી) અને 42(ઇ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ  લક્ષ્મીપુરા પોલીસ ઇન્સ્પેક્ટર જી.ડી. રાજપુતના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસે આરોપી રાકેશ ઉર્ફે પપ્પુભાઈ મનોજભાઈ શર્મા (રહે. સી/504, રોયલ નંદિશ, અલંગ હાઉસ પાછળ, પાણીની ટાંકી પાછળ, ગોત્રી રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેસની વધુ તપાસ પીએસઆઈ એન.એસ. સોલંકી ચલાવી રહ્યા છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સક્રિય બની છે.

Reporter: admin

Related Post