રાહુલ ગાંધી હરહમેશ ચર્ચાઓમાં રહ્યા છે. તેમને કઈક એવું બોલવાની આદત છે કે લોકો ક્રોધિત થાય. હાલ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું છે કે ઇડીએ ગમે ત્યારે રેડ પાડવાની યોજના બનાવી રહી છે અને હું એ માટે તૈયાર છું

આ પોસ્ટના કારણે રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ રીતની અફવાઓ ફેલાવે છે એવું ભાજપ નું કેહવું છે. ભાજપે રાહુલ ગાંધી પર અફવાઓ ફેલાવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી વિરુદ્ધ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી હમેશા જૂઠી વાતોને આગળ કેમ લાવે છે. ભાજપે રાહુલ ગાંધીને વળતો જવાબ આપતા કહ્યું છે કે રાહુલ ગાંધી જમીન પર બહાર છે. જો હવે જમીન રદ થશે તો તેમની ધરપકડ થશે. માટે જૂઠી વાતોને પ્રોત્સાહન ન આપવા કહ્યું છે .
ભાજપે રાહુલ ગાંધીના ઇડીવાળા નિવેદનથી વળતા પ્રહાર કર્યા છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી દાવો કરે છે કે તેમના નિવેદનથી ઇડી દ્વારા દરોડા પડી શકે છે.સોશ્યિલ મીડિયા દ્વારા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું ઇડીની આતુરતાથી રાહ જોઉં છું અને હું તેમને ચા- બિસ્કીટ ખવડાવીશ. સુકાન્ત મજમુદારે કહ્યું કે રાહુલ ગાંધી જમણી પર બહાર છે, જો તે રદ થશે તો ધરપકડ થશે.અને આ રીતની અફવાઓ ન ફેલાવા જણાવ્યું છે. રાહુલ ગાંધીના અવારનવાર આવા નિવેદનોથી રાજકીય માહોલ ગરમ રહે છે .
Reporter: admin