News Portal...

Breaking News :

સોમનાથ પર મોટો વિવાદ, સંતો આકરા પાણીએ થયા: રવિશંકરે કહ્યું મારી પાસે શિવલિંગના અંશો, શંકરાચાર્ય બોલ્યા-અત્યાર સુધી ક્યાં હતા?

2025-05-30 13:02:41
સોમનાથ પર મોટો વિવાદ, સંતો આકરા પાણીએ થયા: રવિશંકરે કહ્યું મારી પાસે શિવલિંગના અંશો, શંકરાચાર્ય બોલ્યા-અત્યાર સુધી ક્યાં હતા?


સોમનાથ : પ્રાચીન મંદિરના શિવલિંગ પર નવો વિવાદ છેડાયો છે. સોમનાથ મંદિરમાં પુન: શિવલિંગ સ્થાપિત કરવાના રવિશંકરના એલાન સામે શંકરાચાર્યો, સંતો-મહંતો અને શિવ ઉપાસવિરોધ નોંધાવ્યો છે.



જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, અત્યાર સુધી રવિશંકરે આની વાત કેમ ન કરી? તો દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું, જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય છે અને તેની પુનઃ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી. જ્યારે હરિગીરી મહારાજે કહ્યું, જ્યોતનું ક્યારેય ખંડન ન થઇ શકે. એટલે પુન: સ્થાપના કરવાનો સવાલ જ નથી આવતો. તો શિવ ઉપાસક નિજાનંદ સ્વામીએ કહ્યું કે સોમનાથ શિવલિંગના 1000 વર્ષ પહેલાંના ટુકડા કોઇ પાસે હોય એ શક્ય નથી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરીએ કહ્યું કે જે અંશો છે તે મૂળ શિવલિંગ ના છે કે નહીં તેનો કોઇ પુરાવો નથી. આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર રવિશંકરે થોડાં દિવસો પહેલાં તેમની પાસે 1 હજાર વર્ષ પહેલાં મહમુદ ગઝનવીએ તોડેલા સોમનાથ જ્યોતિર્લિંગના 4 અંશ હોવાનો દાવો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શિવલિંગના આ અંશો હાલમાં યોજાયેલા મહાકુંભ પહેલાં જ પ્રાપ્ત થયાનું તેમણે જણાવ્યું હતું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે 4માંથી 2 અંશની ગુજરાતના સોમનાથ મંદિરમાં પુન: સ્થાપના કરવામાં આવશે.રવિશંકર ત્યાર બાદથી દેશના અલગ અલગ ભાગોમાં ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોને આ શિવલિંગના અંશના દર્શન કરાવી રહ્યા છે.

રવિશંકર દાવો કરે છે કે આ સોમનાથ જ્યોતિર્લિંગના ટુકડા છે
આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિશંકરની સોમનાથમાં પુન: શિવલિંગ સ્થાપિત કરવાની જાહેરાત અંગે શંકરાચાર્યો અને સંતો-મહંતો સાથે વાતચીત કરી તેમનો અભિપ્રાય જાણ્યો હતો. જેમાં તેમણે શ્રી શ્રી રવિશંકરના આ અભિયાન સામે વિરોધ નોંધાવ્યો હતો.અત્યાર સુધી રવિશંકરે આની વાત કેમ ન કરી? જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મીડિયાને કહ્યુંકે, 'નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી પણ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. રવિશંકર આ બધાને મળતા રહેતા હોય છે. તો અત્યાર સુધી રવિશંકરે આની વાત કેમ ન કરી? કરોડો સનાતનધર્મીઓ સોમનાથના દર્શન કરવા આવે છે.



આ ટુકડા સોમનાથ જ્યોતિર્લિંગના 
પહેલાંના શિવલિંગના અંશો હવે કાલબાહ્ય (સમય બહાર) થઇ ચૂક્યા છે તેમણે આગળ કહ્યું,'જો શિવલિંગના અંશ તમારી પાસે હોય તો જે અત્યારે સ્થાપિત છે એ પૂરું શિવલિંગ તો ન જ કહેવાય ને. ત્યાં તો રોજ પૂજા થાય છે. એનો અર્થ એ થયો કે અધૂરા શિવલિંગની પૂજા થાય છે. તો આ કેવી રીતે થઇ શકે?'જો તમે કહો છો કે આ તો એ પહેલાંના શિવલિંગના અંશ છે. હવે તો નવું શિવલિંગ સ્થાપિત કરી દેવામાં આવ્યું છે. એટલે પહેલાંના શિવલિંગના અંશો હવે કાલબાહ્ય (સમય બહાર) થઇ ચૂક્યા છે. હવે તેનું કોઇ તાત્પર્ય નથી.'આનાથી શ્રદ્ધાનું વિભાજન થશે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વધુમાં કહ્યું, 'હવે જે શિવલિંગ ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત છે તે જ્યોતિર્લિંગ છે. તેની જ પૂજા થશે. અન્ય કોઇની પૂજા એ શ્રદ્ધામાં ક્ષતિ પહોંચાડવાનું કામ છે. આ શ્રદ્ધાનું વિભાજન છે. નવા અંશો બીજી જગ્યાએ સ્થાપિત થશે તો કેટલાક લોકો ત્યાં પણ સોમનાથ માનીને પૂજા કરવા લાગશે. તો તમે (રવિશંકર) આપણી કેન્દ્રીયભૂત શ્રદ્ધાને વિખંડિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. એટલે આનો કોઇ મતલબ નથી. શાસ્ત્રોમાં આનો કોઇ ઉલ્લેખ જ નથી. જ્યોતિર્લિંગ તો સ્વયં પ્રગટ થાય છે. તેની સ્થાપના તો થતી નથી પણ આપણને તે દેખાતું નથી એટલે આપણી સુવિધા માટે પ્રતીક રૂપે કોઇ શિવલિંગની સ્થાપના કરીને પૂજા કરીએ છીએ. સોમનાથમાં એક શિવલિંગ સ્થાપિત છે. તેની પૂજા થઇ રહી છે. એટલે સોમનાથના જ્યોતિર્લિંગની પૂજા સ્પષ્ટ છે. તેમાં હવે નવી વાત જોડવાની ક્યાં જરૂર છે?'જ્યોતિર્લિંગને પુનઃ પ્રતિષ્ઠાની જરૂર નથી હોતી દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું,'સોમનાથ ભગવાન દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે અને તે સ્વયંભૂ છે. ગઝનવી દ્વારા આક્રમણ છતાં આ જ્યોતિર્લિંગ ખંડિત થયું નહોતું. જે ભગવાનની મૂર્તિનું નિર્માણ થાય છે તેને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરીને વેદ મંત્રો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

Reporter:

Related Post