વડોદરા: શહેર ના બાપોદ તળાવ પાસે નાની બાપોદમાં રહેતા કિન્નરીબેન દીપકભાઈ રાઠોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં પપ્પુ ધોબી (રહે રાજવન રેસીડેન્સી આજવા વાઘોડિયા રીંગ રોડ) ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય તે બંધ કરાવવા માટે મેં એક મહિના પહેલા બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
અમે અમારા ઘર નજીક આવેલા મંદિર પર કેમેરો ફીટ કર્યો છે અમે અરજી આપવાની જાણ થતા તેની અદાવત રાખી ગત 11 મી તારીખે રાત્રે 9:30 વાગે હું અને મારા પતિ મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે પપ્પુ ધોબીએ અમારી પાસે આવીને કહ્યું હતું કે તમે અહીંયા કેમ કેમેરા લગાવ્યા છે તે હટાવી લો.. .
જેથી મારા પતિએ કેમેરા નહીં હટે તેવું કહ્યું હતું. મારા પતિની વાત સાંભળીને પપ્પુએ મારા પતિ સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને ગાળો બોલી માર માર્યો હતો. ત્યારબાદ રસ્તા પર પડેલો પથ્થર છુટ્ટો મારતા મને માથામાં ઈજા થઈ હતી. મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા પપ્પુ ધોબી ત્યાંથી ભાગી ગયો હતો
Reporter: admin