News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગળાના દુખાવાના ઉપચાર

2025-03-08 13:01:42
આયુર્વેદિક ઉપચાર : ગળાના દુખાવાના ઉપચાર


ગરમ પાણીમાં મીઠુ ઓગાળીને દિવસમાં બે થી ત્રણ વાર કોગળા કરવા.
હળદરને મધમાં મેળવી કાકડા પર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
પાણીમાં મધ નાખી કોગળા કરવાથી ગાળાનો દુખાવો મટે છે.
હળદર અને ખાંડ એક ચમચી લઇ તેની ફાકી મારી તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી કાકડા બેસી જાય છે.
બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી બેસી જાય છે.
તાજી મોળી છાસ પીવાથી ગળાનો દુખાવો મટે છે.
તુલસીના પાન ચાવવાંથી મોં ની દુર્ગંધ મટે છે અને દુખાવો મટે છે.
લવીંગને સેકી મોઢામાં રાખવાથી ગળાનો સોજો મટે છે.
મીઠાંના ગરમ પાણીથી કોગળા કરવાથી ગળું બેસી ગયું હોય તો ખુલે છે.

Reporter: admin

Related Post