* સ્વબચાવ – એલર્જીક રિએકશન માટે જવાબદાર ધૂળ, ધૂમાડો, ઠંડી હવા જેવાં કારણોથી બચવા માટે પ્રયત્ન કરવો.
* વ્યાધિક્ષમત્વ – ઓજ જાળવવા માટે જરૂરી સૂચનો.
* ભૂખ, ઉંઘ, થાક, તરસ, મળ-મૂત્ર પ્રવૃત્તિ માટેના સંવેદનો જેવા શરીર દ્વારા સૂચવાતા કુદરતી સંકેતોને અવગણવા નહીં.
* કફ તત્વ વધુ મજબૂત બને તે બાબતને અનુલક્ષીને પૌષ્ટિક, તાજું, ગરમ ભોજન, તરલ પદાર્થો, ગાયનું ઘી, સૂંઠ-અજમો-હીંગ-મરી-મેથી-લસણ-આદું, જેવા પાચનક્રિયામાં મદદ કરે તેવા પદાર્થોથી બનેલું ખાવું. ભોજન નિયમિત સમયે, નિયમિત અંતરે ખાવું જોઈએ. દહીં, મલાઈ, ઠંડા પીણા, ફ્રોઝન ફૂડ્સ ન ખાવા.
* કફતત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાય રહે તે માટે સૂંઠ, આદું, અરડૂસી, હળદર, તુલસી જેવા કુદરતી દ્રવ્યો નિયમિત ધોરણે ઘરગથ્થુ ઉપચાર માટે અપનાવવા.
* આદુંનો રસ, તુલસીનો રસ ૧-૧ ચમચી ભેળવી, તેમાં ૧ ચમચી હળદરનું ચૂર્ણ ઉમેરી સવારના નાસ્તા સમયે લઇ શકાય.
* ૧ ચમચી આંબળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધ સાથે નિયમિત લેવું.
* ત્રિકટુ ચૂર્ણ અને યષ્ટી મધુ ચૂર્ણ સરખાભાગે ભેળવી જમ્યા પછી મધમાં ચાટવાથી ફાયદો થાય છે.
* ગાયના ઘી અથવા ષડબિંદુ તેલનું નિયમિત નસ્ય કરવાથી વધુ પડતી છીંકો આવવામાં આરામ મળે છે.
Reporter: admin