દોસ્તો આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનું મુખ્ય કારણ છે કે દિવસ દરમિયાન લેવાતા ખોરાકમાં પોષક તત્ત્વોનો અભાવ હોય છે
એનીમિયા એટલે કે લોહીની ઉણપ આવું ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય.હિમોગ્લોબીન ઓછું હોય તેને માથામાં સખત દુખાવો રહે છે અને આંખમાં પણ બળતરાની સમસ્યા થાય છે. આ લક્ષણો જણાતા હોય તેના શરીરમાં લોહીની ઉણપ હોય જ છે.અલગ – અલગ ડ્રાય ફ્રુટમાંથી એક છે અંજીર હિમોગ્લોબીન વધારવાનું કામ કરે છે. આમ તો દરેક ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ અંજીર જ એક એવું છે જે લોહીની ઊણપને દૂર કરવા માટે બેસ્ટ છે. જો કે એનિમિયા ને દુર કરવા માટે અને ખાસ રીતે ખાવાનું હોય છે.
આ ઉપાય કરવા માટે રાત્રે એક કપ પાણીમાં અંજીરના ટુકડા કરીને પલાળી દો. સવારે ખાલી પેટે આ અંજીર ચાવીને ખાઈ જવું અને પાણી પી જવું. આવું દસ દિવસ કરવાથી ધીરે-ધીરે હિમોગ્લોબીનનું પ્રમાણ વધવા લાગશે.જો અંજીર તમે ખાઈ શકો નહીં તો લોહીની ઉણપ દૂર કરવા માટે તમે બીટનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે બીજના એક ટુકડા નો અને તેના પાનનો રસ કાઢી લેવો.બીટના એક કપ રસમાં થોડો લીંબુ ઉમેરીને રોજ સવારે પી જવું. થોડા જ દિવસોમાં ત્વચા પર તેજ આવશે અને લોહીની ઊણપ પણ ધીરે ધીરે દૂર થશે.
Reporter: admin