ક્યારેક કાનમાં પાણી ભરાઈ જવાથી, કાનનો મેલ ફૂલી જવાથી કે ઘણીવાર કાનમાં મેલના અધિક દબાણને લીધે ઉત્પન્ન થાય છે. કોઈકવાર મેલના અધિક દબાણથી કાનનો પડદો ફાટી જવાની પણ સંભાવના રહે છે. જેથી બહેરાશ પણ ઉત્પન્ન થઈ શકે છે.
કળથીને માટીનાં કલાડામાં શેકવી. તે ગરમ ગરમ કળથી ચોખ્ખા મધમાં નાખવી. પછી ગાળીને તે મધનાં ટીપાં કાનમાં મૂકવાં. આ પ્રયોગ કરવાથી કાનમાંથી આવતા વિવિધ અવાજો બંધ થાય છે.૧૦ ગ્રામ ગાયનું ઘી, તલનું તેલ અને ૧૨ ગ્રામ મધ લેવું. તેમાં કપૂર ૫ ગ્રામ અને ત્રિફળા ચૂર્ણ ૧૫ ગ્રામ મેળવી મલમ જેવું બનાવી લેવું. પછી તેને ધીમા તાપે ગરમ કરવું. જરૃર પડે તો તેમાં થોડું બીજું તેલ મેળવી શકાય. તેલ પડી જાય ત્યારે થોડું ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ લેખના ટીપાં કાનમાં રોજ મૂકવાં. આ ઉપાયથી ધીમે ધીમે સર્વ પ્રકારનો કર્ણનાદ મટે છે.બિલાનો ગર્ભ લઈ ગોમૂત્રમાં વાટવો. તેમાં થોડું પાણી અને ગાયનું દૂધ નાખી ધીમા તાપે પકવવું, પકવતી વખતે તેમાં તલનું તેલ પણ મેળવું. તેલ સિધ્ધ થાય ત્યારે ઠંડુ કરી ગાળી ભરી લેવું. આ તેલનાં બે-બે ટીપાં રોજ રાત્રે કાનમાં મૂકવાં. થોડા જ સમયમાં કાનમાંથી આવતાં અવાજો દૂર થઈ જશે.
કર્ણનાદ રોગમાં સારીવાદિ વટી બે-બે ગોળી સવાર-સાંજ દૂધ સાથે લેવી. તેમજ સાથે પૌષ્ટિક આહાર લેવો.આ સિવાય નગોડનાં રસના પાંચ-પાંચ ટીપાં કાનમાં નિયમિત મૂકવાથી જૂની બહેરાશમાં પણ ઘણો જ ફાયદો થાય છે. આ પ્રયોગ ચાલીસ દિવસ સુધી તો અવશ્ય કરવો જ.ઉપરાંત, અપામાર્ગનાં ક્ષારોદકમાં અપામાર્ગનો કલ્ક મેળવી તલનું તેલ પકાવી કર્ણચૂરણ કરવાથી કર્ણપાક અને બાધિર્ય બંનેમાં લાભ થાય છે.આ સિવાય કાનમાંથી રસી નીકળતી હોય તેમાં દુર્ગંધ આવતી હોય, કાનમાં સોજો આવતો હોય, માથાનો દુ:ખાવો થતો હોય તો કાનમાં ટર્પેન્ટાઈનનાં તેલનાં બે-બે ટીપાં સવાર-સાંજ મૂકવાથી બહુ જલ્દી આરામ થઈ જાય છે.
Reporter: admin