આજકાલ લોકો પંજાબી અને ચાઈનિશ ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે , બાળકો ને પણ અવારનવાર આ રીત ની ડીશ બહાર ખવડાવે છે નહી તો ઘરે બનાવે છે , પરંતુ જે વિટામિન્સ લીલોતરી શાકભાજી માં છે એ તમને બીજી ડીશ માં નહીં મળે , માટે ઘર માં દરેક લોકો એ લીલોતરી શાકભાજી તરફ વળવું જોઈએ .
લીલોતરી શાકભાજી માં વિટામિન્સ હોઈ છે જેને લઇ આંખ માં નંબર નથી આવતા , નાની ઉમર માં વાળ સફેદ નથી થતા અને અન્ય કોઈ બીમારી નથી આવતી . આજકાલ લોકો ને નાની ઉમર માં વાળ સફેદ , આંખો માં નંબર અને બ્લડપ્રેસર જેવી બીમારી હોઈ છે . આ બધા થી બચવા માટે ઘર ના વડીલ હોઈ કે બાળક હોઈ એમને લીલોતરી શાકભાજી તરફ વાળવા જોઈએ .
પેહલા ના લોકો નું હેલ્થ સારું રહેતું એનું આ એક કારણ છે , તેઓ બહાર નો ખોરાક ન લેતા ઘર નો ખોરાક લેતા હતા જેને લઇ તેઓ નું સ્વાસ્થ્ય સારું રહેતું હતું , લીલોતરી શાકભાજી માં રહેલા વિટામિન્સ ના લીધે તમે અનેક રોગો થી બચી શકો છે . લીલોતરી ખાવા થી તેમાં રહેલા પોષક તત્વો મળે છે , જેને લઇ ડાયાબીટીશ , બ્લડપ્રેસર કે હાર્ટ ને લગતી સમસ્યાઓ થી બચી શકાય છે , જેમાં પણ દરેક પ્રકાર નિ ભાજી તો અવશ્ય ખાવી જોઈએ જે આજકાલ લોકો ખાવા પસંદ કરતા નથી જેને કારણે અવારનવાર ડોક્ટર પાસે જઈ ને લાંબા સમય સુધી દવાઓ લેવી પડતી હોઈ છે . જેમાં તમે વિવિધ પ્રકાર ની ભાજી , કરેલા , પરવર , કોબીજ , ભીંડી ને અન્ય લીલા શાકભાજી ખાઈ શકો છો . જો આમ ખાવા થી લોકો ના ઘર માં બીમારીઓ દૂર થશે અને દવાઓ ખાવી નહિ પડે .
Reporter: News Plus