News Portal...

Breaking News :

અવનવી વાનગી : ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત

2024-11-22 13:43:30
અવનવી વાનગી : ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત


ઘઉંની ચકરી બનવવા માટેની સામગ્રીમાં 2 કપ ઘઉંનો લોટ, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો, એક ચમચી સફેદ તલ, મીઠુ, પાણી અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.


ઘઉંના લોટને ચાળી કોરા કપડામાં પોટલી બાંધી દો. ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું અને કાંઠો મૂકી તેના પર એક થાળી મૂકી પોટલી પંદર મિનિટ સુધી બાફી લો.પછી ગેસ બન્ધ કરી પોટલી ઠન્ડી પડે એટલે પોટલી ખુલ્લી કરી લોટનો ભૂકો કરી લેવો. હવે લોટમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ થોડુ થોડુ પાણી ઉમેરી નરમ લોટ બાંધી દેવો. 


હવે મશીનમાં ચકરીની પ્લેટ મૂકી બાંધેલો લોટ ભરી મશીન બન્ધ કરી ચકરી પાડી લેવી. હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી ચકરી તળી લેવી.બને બાજુ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી થવા દેવી. તળ્યા પછી બધી ચકરી ટાઈટ ડબ્બામાં ભરી લેવી. ખાવામાં ખુબ ટેસ્ટી ચકરી થોડા સમયમાં તૈયાર થઈ જશે.

Reporter: admin

Related Post