આ નાનખટાઈ બનાવવા માટે દોઢ કપ મેંદો, બે ચમચી રવો, એક ચમચી બેકિંગ સોડા, દોઢ કપ ઘી અથવા બટર જો ઘરે બનાવેલું હોય તે, એક ચપટી મીઠુ, દોઢ કપ દરેલી ખાંડ, દોઢ ચમચી એલચી પાવડર, એક ચમચી કાપેલા પિસ્તા ની જરૂર પડે છે.
જો કોઈ ગળ્યું ઓછું ખાતા હોય તો ખાંડ ઓછી ઉમેરી શકે છે. જો તમે બટર વાપરવાના હોય તો નાનખટાઇ બનાવતાના અડધો કલાક પેહલા બટર ફ્રીજમાથી કાઢી લેજો. હવે એક બાઉલમા મેંદો, રવો થોડી ખાંડ , બેકિંગ સોડા અને મીઠુ લો. અને બધું બરોબર મિક્ષ કરો. હવે બીજા વાસણમા ઘી અથવા બટર અને વધારાની ખાંડ લો,ખાંડને બને તો અડધા ભાગમાં વેહચી લેવી, હવે એલચી પાવડર ઉમેરી બ્લેન્ડર વડે સોફ્ટ બેટર બનાવો. આ બેટરમા બનાવેલ સામગ્રી ઉમેરી નોર્મલ લોટ બાંધો. બીજી તરફ ઓવનને ચાલુ કરી નોર્મલ ગરમ કરવા મુકો, માત્ર પાંચ થી સાત મિનિટ ગરમ કરવું.
બાંધેલા લોટના નાના નાના ગોળ બોલ બનાવો. આ બોલને ટિક્કી જેવો આકાર આપી ઉપર કાપેલા પિસ્તા લગાવી હથેળી વડે હલકા હાથે દબાવો. અને બેકિંગ ટ્રે પર મૂકી દો. દરેક વચ્ચે જગ્યા રાખો જેથી નાનખટાઇ ફૂલેતો સહેલાઈથી કાઢી શકો. બેકિંગ ટ્રે ઓવનમા મૂકી 350 ડિગ્રી ફેરનહિટ પર 20 મિનિટ માટે મુકો. ત્યારબાદ ઓવન માથી કાઢીને ઠંડી કરવા મુકો. આ નમકીન ખાવામાં ખુબ સોફ્ટ ane ટેસ્ટી લાગશે.જો કોઈ વ્યક્તિના ઘરે ઓવન નથી તોપણ તે આ નાનખટાઈ બનાવી શકે છે. જેના માટે જાડા તડીયાવાળી કઢાઈ અથવા કુકર લેવી જેમાં 2 ઇંચ સુધી રેતી અથવા મીઠુ ભરી સ્ટેન્ડ મુકો. હવે કઢાઈ ને 5 મિનિટ માટે ગરમ કરી લો. ગેસ ધીમી આંચ પર રાખવો. હવે એક દિશમાં નાનખટાઇ ગોઠવી આ કઢાઈમાં મૂકી ઢાંકી લો. અને 20 થી 25 મિનિટ માટે થવા દો. ત્યારબાદ ચેક કરશો નાનખટાઇ સોફ્ટ બની હશે
Reporter: admin