મીઠી ભાત બનાવવા માટેની સામગ્રીમાં એક કપ ચોખા, બે લવિંગ, બે લીલી એલચી , તજનો ટુકડો, ત્રણ ચમચી ઘી, એક કપ ખાંડ, પાણી જરૂર પ્રમાણે, એક ચમચી એલચી પાવડર, એક ચમચી દૂધમાં કેસરના તાંતણ પેલાળેલા, કાતરેલી બદામ, કાજુ, કિસમિસ જરૂરી છે.
પાણીને ત્રણ થી ચાર વાર ધોઈ અડધો કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ ધીમી આંચ પર ઉકાળી લેવા. ચોખાને 10 મિનિટ માટે ઉકાળવા. ત્યારબાદ વધારાનું પાણી નિતારી લેવું.ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું તેના તજ, લવિંગ, એલચી ઉમેરી સાંતડવું.હવે તેમાં ખાંડ અને પાણી ઉમેરી ઉકાડવું. પાલડેલું કેસર અને એલચી પાવડર ઉમેરવું.
ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રેહવું. ખાંડ ઓગડ્યા પછી મિશ્રણને ધીમી આંચ પર ઉકળવા દેવું. હવે તેમાં ભાત ઉમેરવો. ભાત પીળા કલરનો થાય ત્યાં સુધી હલાવતા રેહવું. ત્યારબાદ ઢાંકીને બધું પાણી ઓસાઈ જ્યાં ત્યાં સુધી ગેસ પર રાખવો. ત્યારબાદ ગેસ બન્ધ કરી તેના પર બદામ, કિસમિસ, પિસ્તા ઉમેરી મિક્સ કરી લેવો અને સર્વ કરી લેવો.
Reporter: admin