News Portal...

Breaking News :

અમુલ મલાઇ પનીર (કંપની પેક) સબ-સ્ટાન્ડર્ડ અને માવો, સિગતેલ અને ઘી પણ સબસ્ટાન્ડર્ડ મળ્યા

2024-10-15 20:03:53
અમુલ મલાઇ પનીર (કંપની પેક) સબ-સ્ટાન્ડર્ડ અને માવો, સિગતેલ  અને ઘી પણ સબસ્ટાન્ડર્ડ મળ્યા


વડોદરા : મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ તેમજ નવરાત્રી તહેવારો દરમિયાન વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ઘી, જુદી-જુદી બ્રાન્ડના તેલ, કોકો પાવડર, મેદા, માવો, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, હોલસેલ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરી, વિગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવેલ હતી.
ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલ નમુનાઓમાં ૧૮-નમુનાઓ નાપાસ આવેલ છે. જે પૈકી ૦૧-નમુનો અનસેફ અને ૧૭-નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વડોદરા શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ માન.મ્યુનિ.કમિશનરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા ગણેશોત્સવ તેમજ નવરાત્રી તહેવારો દરમ્યાન શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ઘી, જુદી-જુદી બ્રાન્ડના તેલ, કોકો પાવડર, મેદા, માવો, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક પેઢીઓ, હોલસેલ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરી વિગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. 
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં સયાજીગંજ, પ્રાતાપનગર રોડ, ફતેગંજ, પાણીગેટ, રાજમહેલ રોડ, માણેજા, નીઝામપુરા, સમા-સાવલી રોડ, ઓ.પી.રોડ, માંજલપુર, વાઘોડીયા રોડ, ગોત્રીરોડ, વડસર વિગેરે વિસ્તારોમાં આવેલ ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરીમાંથી ઘી, જુદી-જુદી બ્રાન્ડના તેલ, કોકો પાવડર, મેદાના સેમ્પલ લેવાયા હતા.
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં સયાજીગંજ, પ્રાતાપનગર રોડ, ફતેગંજ, પાણીગેટ, રાજમહેલ રોડ, માણેજા, નીઝામપુરા, સમા-સાવલી રોડ, ઓ.પી.રોડ, માંજલપુર, વાઘોડીયા રોડ, ગોત્રીરોડ, વડસર વિગેરે વિસ્તારોમાં આવેલ ઉત્પાદક પેઢીઓ, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ડેરીમાંથી ઘી, જુદી-જુદી બ્રાન્ડના તેલ, કોકો પાવડર, મેદા, બુંદી, પાલક સેવ, જ્યુસ વિગેરેનાં ૧૮-નમુના  ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે પૈકી ૦૧-નમુના અનસેફ અને ૧૭-નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લેબ માં  નાપાસ થયેલા રિપોર્ટ મુજબ,
૧. કરસણભાઇ લક્ષ્મણભાઇ કરંજીયા, ડીલક્ષ વેફર, એ/૧૮/મોહનગીરીકૃપા સોસાયટી, વડસર.
મેદા (લુઝ) અનસેફ
૨. વિમલ કીરીટભાઇ પટેલ, જયઅંબે, દુકાન નં.૬/લીલેરીયા એપાર્ટમેન્ટ, સમા સાવલી રોડ.
અમુલ મલાઇ પનીર (કંપની પેક) સબ-સ્ટાન્ડર્ડ
૩. અશ્વીનભાઇ એમ. અંબાણી, ગુરુકૃપા પ્રોવીઝન સ્ટોર, એસ/૧/અમીદીપ કોમ્પલેક્ષ, ઝવેરનગર બસ સ્ટોપ.
સીંગતેલ (અંકુર)(કંપની પેક) સબ-સ્ટાન્ડર્ડ
૪.રૂપલ રાજેશભાઇ વીરાડીયા, બંસીધર ડેરી ફાર્મ, સી/૩૧/ગોકુલ ટાઉનશીપ, ગોત્રી રોડ.
ઘી (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૫. સત્યનારાયણ રાજપુરોહિત, શ્રી ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ, ઓ.પી. રોડ.
માવો (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૬. મોહિત રાજેન્દ્ર મહેશ્વરી, રાજ રાજેશ્વરી જ્યુસ એન્ડ આઇસસ્ક્રીમ, વ્રજ કોમ્પલેક્ષ, નીઝામપુરા.
પાઇનેપલ જ્યુસ (લુઝ) ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ
સબ-સ્ટાન્ડર્ડ
૭.યાદવ મનોજકુમાર શ્યામલાલ, લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, દુકાન નં.૧૧/આત્મીય હાઇટ્સ, માણેજા.
બુંદી (સ્વીટ) (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૮. અનીતાબેન બચુભાઇ બારીયા, શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, દુકાન નં.૬/નવદુર્ગા શોપીંગ સેન્ટર, નીઝામપુરા.
કપાસીયા તેલ, રેસ્ટોરન્ટ,સબ-સ્ટાન્ડર્ડ
૯. અજય કલાણીયા, શીવ ફરસાણ રાજકોટવાળા, આત્મજ્યોતી આશ્રમ પાસે, ઇલોરાપાર્ક.
પાલક સેવ (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૧૦. મહેન્દ્રભાઇ સી. પટેલ, હર સીધ્ધી ટ્રેડીંગ, રાજમહેલ રોડ.
કોકો પાવડર (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૧૧.વીધી સુશીલ ચૌહાણ, પવનપુત્ર સેલ્સ, રાજમહેલ રોડ.
કોકો પાવડર (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૧૨.ઉર્વેશ પંકજભાઇ પટેલ, નેચરલ ડેરી, ૧૪/સીધ્ધી વિનાયક કોમ્પલેક્ષ, પંચશીલની સામે, માંજલપુર. 
ભેસનું દુધ (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ



૧૩. ઉર્વેશ પંકજભાઇ પટેલ, નેચરલ ડેરી, ૧૪/સીધ્ધી વિનાયક કોમ્પલેક્ષ, પંચશીલની સામે, માંજલપુર. 
ઘી (લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૧૪.નીતીન બંસીલાલ બુમીયા, બુમીયા ફુડ્સ, સદરબજાર ચાર રસ્તા, ફતેગંજ.
ધી(લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૧૫.યુસુફભાઇ જુજરભાઇ અમરેલીવાલા, તાજ ડેરી ફાર્મ, એ/૧/મેમણ શોપીંગ સેન્ટર, આર્યુવેદિક ત્રણ રસ્તા, પાણીગેટ. 
ધી  સબ-સ્ટાન્ડર્ડ
૧૬. ચંદ્રવદન મોહનલાલ ગાંધી, અમરનાથ ટ્રેડીંગ કં., વાડી શાકમાર્કેટ સામે, પ્રતાપનગર રોડ.વિમલ પ્યોર ગોલ્ડ 

માઇક્રો ફિલ્ટર્ડ સીંગતેલ
(ફોર્ટીફાઇડ વીથ વીટામીન એ & ડી) (કંપની સીલપેક) સબ-સ્ટાન્ડર્ડ
૧૭. અંસારી ઇરફાનઅલી એહમદઅલી, કીરણ ઓઇલ ડેપો, ૬/એપાર્ટમેન્ટ નં.એ/૨, નટરાજ ટાઉનશીપ, સયાજીગંજ.
પામોલીન તેલ(લુઝ) સબ-સ્ટાન્ડર્ડ
૧૮. અંસારી ઇરફાનઅલી એહમદઅલી, કીરણ ઓઇલ ડેપો, ૬/એપાર્ટમેન્ટ નં.એ/૨, નટરાજ ટાઉનશીપ, સયાજીગંજ.


Reporter: admin

Related Post