નવી દિલ્હી : ભારતને ગૌરવ અપાવનાર પ્રખ્યાત કોમેડિયન અને ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ સ્ટાર કબીર ‘કબીજી’ સિંહનું 39 વર્ષની વયે નિધન થયું છે.
અભિનેતા અને હાસ્ય કલાકારનો મૃતદેહ તેના સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયાના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસ તેના આકસ્મિક મૃત્યુની તપાસ કરી રહી છે. જોકે તેના એક મિત્રએ જણાવ્યું હતું કે તે ઊંઘમાં મૃત્યુ પામ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે કબીરનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. પરિવાર અને પોલીસ અધિકારીઓ ટોક્સિકોલોજી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
કબીર સિંહનું સાન ફ્રાન્સિસ્કો માં અવસાન થયું હતું. ‘ફેમિલી ગાય’માં તેમની ભૂમિકા માટે પ્રખ્યાત તેમણે 2021 માં ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’ સાથે જબરદસ્ત ખ્યાતિ પ્રાપ્ત કરી હતા. જ્યાં તેમણે ભારતને ગૌરવ અપાવીને પોતાની ઓળખ બનાવી. આ શોમાં તે સેમીફાઈનલમાં પહોંચ્યો હતો અને તેના કામ માટે તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જાદુગર ડસ્ટિન ટેવેલા અમેરિકાની ગોટ ટેલેન્ટની સિઝન 16નો વિજેતા હતો.
Reporter: admin