News Portal...

Breaking News :

અષાઢ સુદ બીજે અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

2026-07-14 12:26:43
અષાઢ સુદ બીજે અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અષાઢ સુદ બીજના પાવન અવસરે માતાજીના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર)ના રોજ ભક્તો માટે દર્શન અને આરતીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

જાહેર કરાયેલા સમયપત્રક મુજબ સવારે 7:00થી 8:00 વાગ્યા સુધી માતાજીની આરતી યોજાશે. ત્યારબાદ સવારે 8:00થી 11:30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. સવારે 11:30થી 12:00 વાગ્યા સુધી મંદિર મંગળનો સમય રહેશે, જ્યારે બપોરે 12:00થી 12:30 વાગ્યા સુધી રાજભોગનો કાર્યક્રમ યોજાશે.
રાજભોગ બાદ બપોરે 12:30થી સાંજે 4:30 વાગ્યા સુધી ફરી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. સાંજે 7:00થી 7:30 વાગ્યા સુધી સાંજની આરતી યોજાશે અને ત્યારબાદ રાત્રે 7:30થી 9:00 વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.

અંબાજીના વહીવટદાર તથા અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં તમામ ભક્તોને સુધારેલા સમયપત્રકની નોંધ લઈ તે મુજબ દર્શન માટે આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે.

Reporter: admin

Related Post