નવી દિલ્હી : ચૂંટણી પહેલા મફતમાં લ્હાણીની જાહેરાતોને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
આ અરજીમાં કોર્ટ પાસે માગ કરવામાં આવી કે, ચૂંટણીની ઠીક પહેલાં મફત યોજનાઓની જાહેરાતને લાંચ તરીકે ઘોષિત કરવી જોઈએ. તે મતદાતાઓને એક પ્રકારની લાંચ આપવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. આ સિવાય આ પહેલાં પણ જે પડતર અરજીઓ હતી તેને પણ આની સાથે જ જોડી દેવામાં આવી છે. અરજીકર્તાએ માગ કરી હતી કે, ચૂંટણીના થોડા સમય પહેલાં મફત યોજનાઓની જાહેરાતો પર પ્રતિબંધ લાગવો જોઈએ.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ એન્ટ્રી પર લાગતા તમામ ટોલ ટેક્સ કાર માટે માફ કરી દીધાં છે. આ સિવાય 'લાડકી બહેન યોજના'ની જાહેરાત પણ થઈ. તેમજ ઓબીસી અનામત માટે ક્રીમીલેયર વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. આવી જ ઘણી યોજનાઓની જાહેરાત ઝારખંડમાં પણ થઈ છે. હરિયાણામાં પણ ચૂંટણીની ઠીક પહેલાં સરકારે આવા ઘણાં નિર્ણય લીધા હતાં. ચૂંટણી લડનારી કોંગ્રેસે પણ આવી ઘણી જાહેરાત કરી હતી. હવે આવી જાહેરાતોને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
Reporter: admin