કચ્છઃ ટ્રેનની અડફેટે 3 લોકોના કરુણ મોત થયા છે. અંજારના ભીમાસર પાસે ટ્રેનની અડફેટે 3 મોત થયા છે.
કચ્છ એક્સપ્રેસની અડફેટે એક મહિલા અને તેના 2 પુત્રના મોત થયા. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રે શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો.
ત્યારે પરિવારના સભ્યો અચાનક કચ્છ એક્સપ્રેસ ટ્રેનની હડફેટે ચડી જતા અકસ્માતનો ભોગ બન્યો હતો. જેથી પતિની નજર સામે પત્ની અને બે પુત્રોના મોત થયાં હતાં.
Reporter: admin