News Portal...

Breaking News :

GSFC યુનિવર્સિટી અને PESO ના સહયોગથી સુરક્ષા ક્ષેત્ર માં નિપુણતા વધારવા તાલીમ કાર્યક્રમ યોજાયો

2024-10-15 18:38:51
GSFC યુનિવર્સિટી અને PESO ના સહયોગથી સુરક્ષા ક્ષેત્ર માં નિપુણતા વધારવા તાલીમ કાર્યક્રમ  યોજાયો



GSFC યુનિવર્સિટી તથા પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંસ્થા (PESO), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિયમ, રાસાયણિક અને વિસ્ફોટક ઉદ્યોગમાં નિષ્ણાતોની ક્ષમતા વધારવા માટેની પહેલ રૂપે GSFC યુનિવર્સિટિ ખાતે "જોખમી  રસાયણો ના સંચાલન અંગે સુરક્ષા જાગૃતિ તાલીમ કાર્યક્રમ" યોજાયો. આ તાલીમ કાર્યક્રમ માં રાસાયણિક, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોલિયમ ઉદ્યોગ જગતની  Reliance, Nayara, IOCL, Petronet LNG, ONGC OPAL, SRF, GACL, GNFC જેવી વિવિધ સંસ્થાઓના  54  વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો.



તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી કે પી શર્મા, જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સ્પ્લોઝિવ્સ, PESO વડોદરા અને શ્રી જી આર સિન્હા, વાઇસ ચાન્સેલર GSFC યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમ રિલાયન્સ ઇંડસ્ટ્રીજ લિમિટેડ, નાયરા એનર્જિ લિમિટેડ અને ગુજરાત રિફાઈનરી દ્વારા સ્પોન્સર કરાયો હતો.

આ તાલીમ કાર્યક્રમ માં  જોખમી  રાસાયણિકોનું સંચાલન, HAZOP વિષે  અભ્યાસ, ગ્રીન  હાઇડ્રોજન : પડકારો અને અવસરો, પ્રકાર-4 સિલિન્ડરો, બંદરો  અને જેટી ખાતે LNGનું સંચાલન, જોખમી માલ પરિવહન ધોરણો જેવા વિવિધ  ક્ષેત્રો માં પ્રખ્યાત નિષ્ણાતોએ ઉપયોગી જ્ઞાન આપ્યું હતું 
તાલીમાર્થીઑ ને GSFC યુનિવર્સિટી ના ફાયર અને સલામતી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ “FIREPLEX”  ખાતે આગ નિયંત્રણ ટેકનિકોમાં પ્રાયોગિક અનુભવ આપવામાં આવ્યો હતો. આ પ્રાયોગિક તાલીમને કારણે તેઓની તાત્કાલિક ઉદ્ભવતી ભયજનક પરિસ્થિતિઓને સંભાળવાની કુશળતા  માં વધારો થશે . 
PESO અને GSFC યુનિવર્સિટીની આ ભાગીદારી પેટ્રોલિયમ, રાસાયણિક અને વિસ્ફોટક ક્ષેત્રોમાં સલામતીને પ્રોત્સાહન આપવા  અને અકસ્માતોને રોકવાની  દિશા માં એક મહત્વપૂર્ણ પગલું ભરી સલામત અને વધુ ટકાઉ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.



આ તાલીમ કાર્યક્રમ નું સફળતા પૂર્વક નું આયોજન શ્રી બી બી ભાયાણિ , પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ , GSFC યુનિવર્સિટિ  તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.

Reporter: admin

Related Post