News Portal...

Breaking News :

ચંદ્ર પર અવકાશયાત્રીઓ માટે ત્રણ માળના ઈન્ફ્લેટેબલ સ્પેસહાઉસ બનશે

2024-11-17 09:13:26
ચંદ્ર પર અવકાશયાત્રીઓ માટે ત્રણ માળના ઈન્ફ્લેટેબલ સ્પેસહાઉસ બનશે


નાસા : અમેરિકન સ્પેસ એજન્સી નાસા ચંદ્ર મિશનની મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. 


અવકાશયાત્રીઓ માટે ત્રણ માળના ઈન્ફ્લેટેબલ સ્પેસ હાઉસ બનાવવામાં આવશે. 1972 બાદ આર્ટેમિસ મિશન સાથે નાસા ફરી એકવાર ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે જ તેમની અવકાશયાત્રીઓને લાંબા સમય સુધી ચંદ્ર પર રાખવાની યોજના છે. જેથી વધુ સંશોધનો કરી શકાય. એક રિપોર્ટ મુજબ, નાસા ચંદ્ર પર ઘર બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. 


આ ઘરમાં અવકાશયાત્રીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. નાસા દ્વારા શેર કરવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, અવકાશયાત્રીઓ માટે ત્રણ માળના ઈન્ફ્લેટેબલ સ્પેસ હાઉસ બનાવવામાં આવશે. તેમની યોજના 2030 સુધીમાં ચંદ્ર પર ઘર બનાવવાની છે. આર્ટેમિસ મિશન હેઠળ ચંદ્રની સપાટી પર જતા અવકાશયાત્રીઓ 2030 સુધીમાં વિશાળ પોડની અંદર સૂઈ શકશે. નાસાએ લુનર સરફેસ હેબિટેટની ડિઝાઈન વિશે ચોક્કસ માહિતી આપી નથી. પરંતુ, તેમના દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરો પરથી તેનો અંદાજ લગાવી શકાય છે.

Reporter: admin

Related Post