News Portal...

Breaking News :

કોઈ ચોર જવેલર્સ દુકાનમાં આવી નજર ચૂકવી સોનાની ચેન લઈ ગયો

2025-02-02 14:34:19
કોઈ ચોર જવેલર્સ દુકાનમાં આવી નજર ચૂકવી સોનાની ચેન લઈ ગયો


વડોદરા : વડસર બીલાબોન્ગ સ્કૂલની પાછળ વલ્લભ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા નવનીતલાલ કાંતિલાલ શાહ મકરપુરા બેટરી સામે મંગળમૂર્તિ એપાર્ટમેન્ટ પણ શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. 


મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમે મહિનામાં એકવાર સોના ચાંદીની દરેક વસ્તુઓના સ્ટોકની ગણતરી કરીએ છીએ ગઈકાલે અમે સ્ટોકની ગણતરી કરતા હતા તે સમયે સ્ટોકમાં સોનાની 10.530 ગ્રામની ચેન કિંમત રૂપિયા 82 હજાર મળી ન હતી. 


તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા એક મહિના દરમિયાન કોઈ ચોર અમારી દુકાનમાંથી આવી નજર ચૂકવી સોનાની ચેન લઈ ગયો હતો. મકરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post