News Portal...

Breaking News :

મેરેથોન દ્વારા કઠપૂતળી દ્વારા મતદાન કરવા માટેનો પપેટ શો નો આરંભ કરાયો

2024-04-26 15:15:40
મેરેથોન દ્વારા કઠપૂતળી દ્વારા મતદાન કરવા માટેનો પપેટ શો નો આરંભ કરાયો

26/04/2024, શુક્રવાર ના રોજ નવી કલેકટર કચેરી ખાતે થી  ૧૧. ૩૦ કલાકે આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.વડોદરા મેરેથોન દ્વારા લોકસભા સહિતની ચૂંટણી ને લઈ હંમેશા મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરતું આવ્યું છે. આગામી લોકસભા ની ચૂંટણીમાં પણ વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે ૧૨ ફૂટની  બે વિશાળ પપેટ ( કઠપૂતળી ) બનાવી મતદાન જાગૃતિ ના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ નો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણ નું કેન્દ્ર બનશે. આ બંને પપેટ ( કઠપૂતળી ) નું પ્રસ્થાન નવી કલેકટર કચેરી, જૂના પાદરા રોડ થી વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી બીજલ શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે તેજલ અમીન ચેરપર્સન, વડોદરા મેરેથોન તેમજ નિલેશ શુક્લા ડાયરેક્ટર, વડોદરા મેરેથોન સહિત મહાનુભાવો જોડાયા હતા આ પ્રંસગે તેજલ અમીને જણાવ્યું હતું કે આ પપેટ શો શહેર ભર મા ફરીને મતદાન જાગૃતિ નો સંદેશ ફેલાવશે જેમાં ગરબા સહિત ના કાર્યકમો થશે વડોદરા વાસીઓ ને મનોરંજન સાથે મતદાન કરવાનો સંદેશો પહોંચાડશે.

વડોદરામાં મતદાન જાગૃતિ માટે તંત્રનો નવતર પ્રયોગ રંગલો અને રંગલી મતદારોને મતદાન માટે જાગૃત કરશે મતદાન જાગૃતિ માટે વડોદરા કલેકટર કચેરીથી બે કઠપૂતળી રંગલો અને રંગલી શહેરમાં ફરતી મૂકાઈ 12 ફૂટની બે કઠપૂતળી મતદારોને મતદાન કરવા કરશે જાગૃત વોટ વડોદરા વોટના નારા સાથે બે કઠપૂતળી મતદારો વચ્ચે જશે મતદાન જાગૃતિના લોક ગીતો વગાડીને મતદારોને કરાશે જાગૃત વડોદરા કલેકટર અને ચૂંટણી અધિકારી બિજલભાઈ શાહ, ડીડીઓ સહિતના અધિકારીઓએ બે કઠપૂતળીઓને ફરતી મૂકી વડોદરા મેરેથોન સંસ્થા દ્વારા ચૂંટણી તંત્રને ફાળવી બે કઠપૂતળી

Reporter: News Plus

Related Post