News Portal...

Breaking News :

એક મનોવૈજ્ઞાનિકે ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી

2025-01-15 12:11:13
એક મનોવૈજ્ઞાનિકે ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી


નાગપુર : એક મનોવૈજ્ઞાનિકે બાળકોને સાચી દિશા બતાવીને ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. 


રાજેશ ધોકે નામના મનોવિજ્ઞાનીએ કાઉન્સેલિંગના નામે 15 વર્ષમાં 50 સગીરાઓ પર દુષ્કર્મ આચર્યું હતું.આ મામલો મહારાષ્ટ્રના નાગપુરનો છે, જ્યાં એક મનોવૈજ્ઞાનિક છેલ્લા 15 વર્ષથી 50થી વધુ વિદ્યાર્થીઓને બ્લેકમેઈલિંગ અને યૌન શોષણ કરી રહ્યો હતો. આ મનોવૈજ્ઞાનિકની ઉંમર 47 વર્ષની છે અને તે બે દીકરીઓનો પિતા છે. તે બાળકોનું કાઉન્સેલિંગ કરતો. તે ભંડારા અને ગોંદિયા જિલ્લા જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા બાળકોને સેશન આપતો. તેમજ 'કાઉન્સેલિંગ કેમ્પ'ના નામે તે છોકરા-છોકરીઓને બહાર લઈ જઈ ગરીબ છોકરીઓ પર બળાત્કાર કરતો હતો.


આરોપીના કારનામા આટલા સુધી સીમિત નથી, તેણે તેના વિસ્તારમાં ઘણી મહિલાઓની છેડતી પણ કરી છે. આના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે અને પોલીસે આ મામલે FIR નોંધી છે. તેના આ કૃત્યને કારણે તેને ઘણી વખત રસ્તા વચ્ચે માર પણ મારવામાં આવ્યો છે. આમ છતાં રાજેશ ધોકેએ પોતાની પ્રવૃતિઓ છોડી ન હતી.આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપી એક મહિલાને બ્લેકમેલ કરતો હતો અને તેને મળવા વારંવાર બોલાવતો હતો અને મહિલા કંટાળી ગઈ હતી અને પોલીસ પાસે ગઈ હતી. પોલીસે આરોપી રાજેશ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ત્રણ અલગ-અલગ કેસ નોંધ્યા છે.

Reporter: admin

Related Post