News Portal...

Breaking News :

ગુજરાતમાં હવે નકલી ધારાસભ્ય પણ ફરી રહ્યા છે: મહાઠગ ચિંતન પટેલની માયાજાળ

2025-01-08 14:12:52
ગુજરાતમાં હવે નકલી ધારાસભ્ય પણ ફરી રહ્યા છે: મહાઠગ ચિંતન પટેલની માયાજાળ


ભરુચ: જિલ્લા ભાજપના મહિલા આગેવાનને બદનામ કરનાર મહાઠગને ભરુચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો છે. 


મહાઠગ ચિંતન પટેલ ભાજપના નેતા સાથે ફોટો પડાવી, ફેસબુક પર MLA  લખી અને પોતે બહુ મોટો બિઝનેસમેન હોય તે ડંફાસો મારી મહિલાઓને પોતાના વશમાં કરતો હતો. ગુજરાતમાં કોઇપણ હોદ્દા નકલીમાં બાકી રહ્યા નથી. ગુજરાતમાં હવે નકલી ધારાસભ્ય પણ ફરી રહ્યા છે. એમએલએ ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી સંખ્યાબંધ લોકો સાથે તેણે છેતરપિંડી કરવા સાથે મહિલાઓને ઠગી હતી.  વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતન વડોદરાના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં હાથ લાગતો નહતો.ગુજરાતમાં નકલી સીએમઓ, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી પીએમઓ, નકલી ટોલનાકુ, નકલી સીઆઇડી, નકલી જજ અને નકલી કોર્ટ બાદ ચિંતન પટેલ નકલી ધારાસભ્ય તરીકે બહાર આવ્યો છે. સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરનાર ચિંતન પટેલ સામે માત્ર ભરુચ જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તેની સામે ગુનાઓ દાખલ થયા છે. છઠ્ઠા એડિશનલ જજ અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબ ચિંતન પ્રભુદાસ પટેલનું શખ્સનું વોરંટ ઇશ્યૂ કર્યા બાદ ભરુચ પોલીસે વડોદરાથી તેને ઝડપી પાડયો છે. ચિંતન પટેલે ભૂતકાળમાં ભાજપના મહિલા આગેવાન સાથેના મોર્ફ કરેલા ફોટો વાયરલ કરી મહિલા અગ્રણીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિંતન પટેલનો લાંબો ગુનાઇત ભૂતકાળ છે. ચિંતને ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવા ઉપરાંત વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઇ કરી છે.વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંફાસો મારી મહિલાઓને પોતાના વશમાં કરતો હતો. ગુજરાતમાં કોઇપણ હોદ્દા નકલીમાં બાકી રહ્યા નથી. ગુજરાતમાં હવે નકલી ધારાસભ્ય પણ ફરી રહ્યા છે. 



એમએલએ ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી સંખ્યાબંધ લોકો સાથે તેણે છેતરપિંડી કરવા સાથે મહિલાઓને ઠગી હતી.  વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતન વડોદરાના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં હાથ લાગતો નહતો.ગુજરાતમાં નકલી સીએમઓ, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી પીએમઓ, નકલી ટોલનાકુ, નકલી સીઆઇડી, નકલી જજ અને નકલી કોર્ટ બાદ ચિંતન પટેલ નકલી ધારાસભ્ય તરીકે બહાર આવ્યો છે. સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરનાર ચિંતન પટેલ સામે માત્ર ભરુચ જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તેની સામે ગુનાઓ દાખલ થયા છે. છઠ્ઠા એડિશનલ જજ અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબ ચિંતન પ્રભુદાસ પટેલનું શખ્સનું વોરંટ ઇશ્યૂ કર્યા બાદ ભરુચ પોલીસે વડોદરાથી તેને ઝડપી પાડયો છે. ચિંતન પટેલે ભૂતકાળમાં ભાજપના મહિલા આગેવાન સાથેના મોર્ફ કરેલા ફોટો વાયરલ કરી મહિલા અગ્રણીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિંતન પટેલનો લાંબો ગુનાઇત ભૂતકાળ છે. ચિંતને ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવા ઉપરાંત વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઇ કરી છે.વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંફાસો મારતી ફેસબુક પર પોસ્ટ મુકતો હતો. રુપિયાના બંડલો ફેસબુક પર પોસ્ટ કરી તે દાનમાં આવતો હોવાની ભ્રામક પોસ્ટ કરી લોકોને પોતાની વાતોમાં ફસાવતો હતો. ચિંતને પોતાની છાપ ઉભી કરવા માટે ભાજપના મોટા નેતાઓ સાથે ફોટા પડાવતો હતો. ભાજપના નિશાન સાથે પોતાનું વિઝિટીંગ કાર્ડ છપાવ્યુ ંહતું. પોતાની ઓળખ શ્રી રામ સેનાના અધ્યક્ષ તરીકે આપતો હતો. વડોદરામાં પણ તેની સામે અનેક ગુના દાખલ થયા છે. ભરુચ સાયબર ક્રાઇમ પોલીસે તેને પકડી પાડતા હવે પૂછતાછમાં આગામી દિવસોમાં તેના વધુ કારનામા બહાર આવે તેવી શકયતા છે.

Reporter: admin

Related Post