News Portal...

Breaking News :

વડોદરાના આજવા રોડ પર ગંભીર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર યુવક-મહિલા ઈજાગ્રસ્ત

2026-07-27 11:11:55
વડોદરાના આજવા રોડ પર ગંભીર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર યુવક-મહિલા ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના આજવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક પર સવાર યુવક અને મહિલાને એક કાર ચાલકે ટક્કર મારતા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માન બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમજ કાર ચાલક પોલીસ કર્મચારી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે.

ઘટનાની જાણ થતાં ડાયલ-112 પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવક અને મહિલાને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેમજ કાર ચાલકની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Reporter:

Related Post