ખેડા: ખેડા જિલ્લાના કૂણી ગ્રામ પંચાયત વિસ્તારમાં માટી ઉત્ખનનને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક ગ્રામજનોએ કેટલાક કોન્ટ્રાક્ટરો સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પોતાની અથવા માલિકીની જમીનમાંથી માટી કાઢવાની પરવાનગીની આડમાં બાજુમાં આવેલી સરકારી ગોચરની જમીનમાંથી પણ ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં માટી ઉપાડવામાં આવી રહી છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ, ગામના પશુઓ માટે અનામત રાખવામાં આવેલી ગોચરની જમીનમાં ખોદકામ થતાં સરકારી જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠી છે.
તંત્રની કામગીરી સામે સવાલો
માટી ઉત્ખનનના આ મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જિલ્લા કલેક્ટર અને સંબંધિત અધિકારીઓ સ્થળ તપાસ કરી સમગ્ર મામલાની હકીકત બહાર લાવે.
Reporter: admin







