વડોદરા: ન. પ્રા. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે ગયા છે. શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતાર્યા છે.

પાલિકા સાથે સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા આંદોલન શરૂ કર્યું છે.30 વર્ષ ઉપરાંત સમયે ફરજ બજાવવા છતાં કાયમી થયા નથી તેથી પેન્શન મળી શકે. અત્યાર સુધી કોર્ટના તમામ નિર્ણયો પણ કર્મચારીઓની તરફેણમાંછે.ઓપરેશન સિંદૂરની થીમ પર આજથી આંદોલન ની શરૂઆત થઈ છે.

કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રો પોકાર્યા હતા.નિવૃત્તિ બાદ કોઈ ભીખ માગી રહ્યું છે તો કોઈ મજુરી છતાં તંત્ર ઉદાસીન છેઆ વખતે કોઈ આશ્વાસન નહીં પરિણામ જોઈએ તેવી માંગ કર્મચારીઓએ કરી છે.






Reporter: admin