News Portal...

Breaking News :

અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પ 177 સીટો પર આગળ તો કમલા હેરિસ પણ 99 સીટો પર આગળ 3 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવીકમલા હેરિસ 1 રાજ્યમાં જીત્યા

2024-11-06 09:56:21
અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી :  ડોનાલ્ડ ટ્રમ્પ 177 સીટો પર આગળ તો કમલા હેરિસ પણ 99 સીટો પર આગળ 3 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવીકમલા હેરિસ 1 રાજ્યમાં જીત્યા



વોશિંગટન : અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી  માટે ચાલી રહેલા મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે 50 રાજ્યોની સીટો માટે વોટિંગ ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે 4 વાગ્યે શરૂ થયું. બુધવાર 6 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યા સુધીમાં દરેક જગ્યાએ મતદાન સમાપ્ત થઈ જશે.
અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં મતદાન પૂર્ણ થયું છે. જેમાંથી 4ના પરિણામ આવી ગયા છે. આમાંથી 3 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવી છે. તેઓ 23 ઈલેક્ટોરલ વોટ સાથે આગળ છે. જ્યારે કમલા હેરિસ 1 રાજ્યમાં જીત્યા છે. તેમની પાસે હાલમાં 3 ઈલેક્ટોરલ વોટ છે.
રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે જોરદાર સ્પર્ધા છે. જો કમલા જીતશે તો 230 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા રાષ્ટ્રપતિ બનશે.
જો ટ્રમ્પ જીતશે તો તેઓ 4 વર્ષ પછી વ્હાઇટ હાઉસ પરત ફરશે. કમલા હેરિસ હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ટ્રમ્પ 2017 થી 2021 સુધી રાષ્ટ્રપતિ રહ્યા છે. અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટો છે. ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ કે કમલાને 270 સીટો જીતવી જરૂરી છે.
બુધવારે સવારે 9:30 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થશે. સામાન્ય રીતે પરિણામો મતદાનના બીજા દિવસે આવે છે, તેથી અંતિમ પરિણામ બુધવારે મોડી રાત્રે અથવા ગુરુવારે સવારે ભારતીય સમય અનુસાર અપેક્ષિત છે. જો મત ગણતરીમાં વધુ સમય લાગે તો પરિણામ આવવામાં 1-2 દિવસ લાગી શકે છે. 2020 માં યોજાયેલી ચૂંટણીમાં, મતદાનના 4 દિવસ પછી પરિણામો જાહેર થયા હતા.
અમેરિકન મીડિયાએ ફ્લોરિડા અને પેન્સિલવેનિયાના અધિકારીઓને જણાવ્યું કે અહીં મતદાન સમાપ્ત થયાના લગભગ એક કલાક પછી પરિણામ આવી શકે છે. જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રેડ રાફેન્સપરગરે જણાવ્યું હતું કે જ્યોર્જિયાના પરિણામો મતદાન સમાપ્ત થયાના એક કલાક પછી જાહેર કરવામાં આવશે.



અમેરિકાના પ્રમુખની ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો ચોંકાવનારા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ ઈલેક્ટોરલ કોલેજ ટ્રેન્ડમાં એકબીજાને મજબૂત ટક્કર આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 177 સીટો પર આગળ ચાલી રહ્યા છે તો કમલા હેરિસ પણ 99 સીટો પર આગળ ચાલી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 270 ઈલેક્ટોરલ કોલેજોના જાદુઈ આંકડાને બેમાંથી કોણ પહેલા સ્પર્શે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજો છે. આ દરમિયાન ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે.



ચૂંટણી પ્રચાર દરમિયાન બંને હરીફોનું સમગ્ર ધ્યાન સ્વિંગ સ્ટેટ્સ પર હતું. આ સ્વિંગ રાજ્યોમાંથી પેન્સિલવેનિયા કિંગમેકર બની શકે છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતીનો આંકડો 270 છે. પરંતુ આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે. આવા સંજોગોમાં કડકડતી ઠંડી છતાં લાંબી કતારોમાં ઉભા રહેલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમેરિકાની ચૂંટણીમાં મતગણતરી વચ્ચે ઈલેક્ટોરલ કોલેજનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે.  અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને વલણોમાં પાછળ છોડી દીધા હતા, ત્યારે હવે બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 101 ઈલેક્ટોરલ કોલેજોમાં આગળ છે જ્યારે કમલા હેરિસ 71માં આગળ છે. અમેરિકામાં પ્રમુખપદની સાથે સ્ટેટ એસેમ્બલી અને સ્થાનિક એકમોની પણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ૩૬ ભારતીય અમેરિકનોએ પણ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે.

Reporter: admin

Related Post