વડોદરા:વાહનના ડ્રાઇવરની અટકાયત પાદરા તાલુકાના સાધી ગામે બે અલગ વાહનમાં કતલખાને લઈ જવાતા કુલ ૨૦ પશુઓ બચાવી લેવાયા હતા.
પશુઓને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે બંને વાન કબજે લઈને બંને વાહનના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી હતી. પ્રથમ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના આતી ગામના ખરીવાળા ફળિયામાં રહેતો ૩૧ વર્ષનો ઈસ્માઈલ મલેક પોતાની બોલેરો પીકપમાં ચાર ભેંસોને ભરીને ક્તલખાને લઈ જવા માટે નીકળ્યો હતો તેને પોલીસે સાધી ત્રણ રસ્તા પાસે પકડી પાડ્યો હતો.
પશુઓને કતલખાને મોકલવામાં આવ્યા હતા અને વાહન કબજે લઈ તેમની અટકાયત કરવામાં આવી હતી. સાથે સોક્તરસુલ અલ્લબી (ગામ -આતી)ની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવવાની વિગત મુજબ પાદરા તાલુકાના આતી ગામના સોહીલ ઈસ્માઈલ સૈયદ પોતાની આઈસર ટેમ્પોમાં ૧૬ ભેંસ ભરીને પસાર થતા હતા ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યા હતા અને વાહન અને પશુઓ કબજે લીધા હતા અને સોહીલની અટકાયત કરીતી જ્યારે ભેંસો ભરી આપનાર યાસીન સૈયદ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Reporter: admin