વડોદરા : ધો.12 સાયન્સના વિદ્યાર્થીએ હતાશ થઇને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. "મમ્મી, પપ્પા સોરી.. આઇ લવ યુ" લખેલી અંતિમ ચિઠ્ઠી છોડીને ધો. 12 સાયન્સના વિદ્યાર્થીએ ઘરે બેડરૂમમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિવાર પર આભ તૂટી પડયું છે.
હરણી બીપીએસ સ્કૂલ રોડ પર સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા 17 વર્ષનો દેવ શૈલેષભાઇ પાટિલ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,રવિવારે રાતે દેવ પાટિલે આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા હે.કો. અમિતભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પરિવારને સાંત્વના આપ્યા પછી મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પરીક્ષાના ટેન્શનના કારણે તેણે અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.
Reporter: admin