શહેરના માંજલપુર વિસ્તારમાં હાલ ચાલી રહેલી આઇપીએલની મેચમાં ઓનલાઇન આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા શખ્સને પીસીબીએ ઝડપી લીધો હતો.
પોલીસે બાતમી મળી હતી કે માંજલપુર કૃષ્ણપુરી સોસાયટીમાં રહેતા રીતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ આઇપીએલમાં ઓનલાઇન આઇડી વડે ક્રિકેટનો સટ્ટો રમે છે જેથી પોલીસે મોન્ટુને સોમા તળાવ પેટ્રોલ પંપની ગલીમાં વિહારકુંજ સોસાયટીના નાકે દરોડો પાડીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સાથે રહેલા રાહુલ શેઠ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Reporter: admin