૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાના ૧૦ અમૃત સરોવરો ઉપર ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી હિતેશ પરીખે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મનાવવામાં આવેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લામાં ૭૦થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ અમૃત સરોવરો ગ્રામ સાંસ્કૃતિક પ્રવૃત્તિના કેન્દ્ર બિંદુ બન્યા છે.

૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે જિલ્લાના ૧૦ અમૃત સરોવરો ઉપર યોગ સત્રના આયોજન કરવામાં આવ્યા હતા અને તેમાં અબાલ વૃદ્ધ સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા. અંટોલી, ચાણસદ, મુવાલ, ડેસર, સુવાલજા, ઉતરજ, કંથાડિયા, તુલસીપૂરા, કાયાવરોહણ અને વઢવાણા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.


Reporter: admin