વડોદરા સ્થિત યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ સંસ્થા તેના 25 વર્ષ પૂર્ણ કરતા સિલ્વર જ્યુબિલી ઉજવી રહ્યું છે
ત્યારે તેમના શૈક્ષણિક સંકુલમાં સાંસ્કૃતિક મહોત્સવ યોજવામાં આવ્યો. તેમજ રમતમાં સારું પ્રદર્શન કરનાર વિધાર્થીઓ તેમજ શિક્ષણમાં સારા ગુણ મેળવનાર વિધાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.વડોદરાસ્થિત ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ અને યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ સંચાલિત શિક્ષણિક સંસ્થાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસ્કૃતિક સમારોહ યોજવામાં આવ્યો.
આ સમારોમાં શિક્ષણ જગત સાતગેકસંકલાયેલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીમાં ટ્રસ્ટીઓ, શાળાના વિધાર્થીઓ વાલીઓ શિક્ષકગણ મોટી સંખ્યામાં આવ્યા હતા. કે.જી.થી ધોરણ 12ના વિધાર્થીઓ દ્વારાવિવિધ થીમ પર નૃત્યો રજુ કરવામાં આવ્યા.સમારોહ મા દાતા દ્વારા શાળાને 65 લાખના અનુદાનનો ચેક વિધાર્થીઓને અર્પણ કરવામાં આવ્યો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે થી રમતગમત અને શશિક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Reporter: admin