નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.
આવનાર વર્ષમાં લોકોણે સુખ અને શાંતિ મળે એ માટે પ્રાર્થના થઇ રહી છે. ત્યાં ચીન 2024ની જેમ 2025 માં પણ ધમકી આપી રહ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગે કહ્યું કે ચીન અને તાઈવાન બને એક પરિવારના છે.
અમારી વચ્ચેના સબંધ કોઈ ક્યારેય તોડી નહીં શકે. અને અમારી તાકાતને કોઈ નહિ રોકી શકે. વધુંમાં તેમણે કહ્યું કે ચીન વૈશ્વિક શાસન સુધારાને સક્રિય પ્રોત્સાહન આપી રહ્યું છે જે વિશ્વના શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે.ચીન એક જવાબદાર દેશ છે. ચીને તાઈવાનને સાથે રાખી ફરી એકવાર પ્રાથમિકતા આપી છે.
Reporter: