News Portal...

Breaking News :

પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની મદદગારીથી, પોલીસ પુત્રના પરાક્રમ

2025-04-14 09:51:29
પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની મદદગારીથી, પોલીસ પુત્રના પરાક્રમ


વડોદરા શહેરમાં ગમે તેવું ગેરકાયદેસર બાંધકામ હોય મળો યા લખો,નિયમીત કરી અપાવવાની જવાબદારી અમારી...જીતેશ ત્રિવેદી પૂર્વ ટીડીઓ...
સરકારની પુર્વ મંજૂરી વગર કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ પૂર્વ ટી.ડી.ઓ જીતેશ ત્રિવેદીનું મહા કૌંભાડ 
વિક્રમા-2ના તમામ 8 ટાવરો જ ગેરકાયદેસર ઉભા કરાયેલા હોવાના ઘટસ્ફોટથી ખળભળાટ....

વિક્રમા-2 ફાયર NOC નથી. કાર્યવાહી સામે બિન અનુભવી ચીફ ફાયર ઓફિસર મૌન...

ક્યારેય તમે એવું જોયું છે કે આખે આખા 8 એપાર્ટમેન્ટનાં ટાવર્સ જ ગેરકાયદેસર હોય...આવું તમને વડોદરા કોર્પોરેશનના બાંધકામ પરવાનગી શાખાના સહિયારા ભ્રષ્ટાચારના પાપે વડોદરામાં જ જોવા મળી શકે છે. તાંદલજા ટીપી 23માં બનેલા વિક્રમા-2ના તમામ 8 એપાર્ટમેન્ટ ટાવર ગેરકાયદેસર ઉભા થયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટી.પી. સ્કીમ નં ૨૩ (તાંદળજા) મા વિવાદાસ્પદ પોલીસ અધિકારીના પુત્રને  વિક્રમા-2 મા લો-રાઈઝ રહેણાંક એપાર્ટમેન્ટ / વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એલ ૧૬૩/૨૦૧૧-૨૦૧૨ તા-૨૪-૨-૨૦૧૨ તથા વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એપાર્ટમેન્ટ ૩૬૯/ ૨૦૧૧-૨૦૧૨ તારીખ ૧૩-૩-૨૦૧૨ થી આપેલ રજાચિઠી વિરુદ્ધનુ, તમામ એપાર્ટમેન્ટમા રજાચિઠીઓ વિરુદ્ધ બાંધકામ કરેલ હોવા   છતા બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટાચારમાં ગળાડુબ  બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, દ્વારા  કમ્પ્લીશન નંબર વોર્ડ નંબર ૧૧ - ૪૬/૧- તારીખ ૧૪-૧૨-૨૦૨૦ થી મોટો ભ્રષ્ટાચાર કરી આપવામા આવેલ છે. તમામ એપાર્ટમેન્ટ ના 122 ફ્લેટ આપેલ રજાચિઠ્ઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ હોવા છતા ગેરકાયદેસર કમ્પ્લીશન સર્ટી આપેલ છે.અને તેમ છતા વિવાદાસ્પદ પોલીસ અધિકારીના પુત્ર દ્વારા તમામ એપાર્ટમેન્ટ ના ટેરેસ ઉપર પેન્ટહાઉસનુ ગેરકાયદેસર બાંધકામ કરી અને ગેરકાયદેસર વેચાણ કરી દસ્તાવેજ પણ કરી અને  ભ્રષ્ટાચારમા ગળાડુબ કરાર આધારિત નિમણૂક પામેલ ટી.ડી.ઓ જીતેશ રમણલાલ ત્રિવેદી દ્વારા  ઇમ્પેક્ટની ફાઈલો ત્રિવેદીના ચોક્કસ અંગત આર્કીટેક્ટ દ્વારા ફાઈલ  મુકાવી ભ્રષ્ટાચાર કરી, મંજૂર કરેલ છે. સરકાર  દ્વારા ઇમ્પેક્ટના નોટિફિકેશનમા સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેના ગૃડા એક્ટને  આધીન ઇમ્પેક્ટની ફાઈલો મંજૂર કરવાની રહેશે. આ નિયમોમાં લો-રાઈઝ બિલ્ડીંગ અને હાઈરાઈઝ બિલ્ડીંગ મા ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરતી ઇમ્પેક્ટના નિયમોને આધિન  ફાઈલને મંજૂરી આપવાની રહેશે. નિયમોને આધિન હાઈરાઈઝડ ના  નિયમોમાં આવતા કેસોમા  ફાયર એન.ઓ. સી . રજૂ કરવાની હોય છે. કેમ કે હાયરાઇઝડની વ્યાખ્યામાં આવતા બાંધકામમા ફ્લેટમા વસવાટ કરનારની જાન અને માલના  જોખમને ધ્યાનમાં રાખી અને નાગરિકોની સુરક્ષા માટે ફાયર વિભાગ નુ NOC રજૂ કર્યા બાદ જ ઇમ્પેક્ટની ફાઈલ મંજૂર કરવાની હોય છે.તેમજ  ઇમ્પેક્ટના કાયદા મુજબ રહેણાંક એપારર્ટમેન્ટ મા રહેતા તમામ માલિકોની  ફાઈલ મંજૂરી અર્થે રજુ કરતા સમયે ના વાંધા પ઼માણ પત્ર NOC રજુ કરવાનુ હોય છે. એટલે કે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ માલિકોનું ૧૦૦%  નો ઓબ્જેકશન સર્ટિફિકેટ ૩૦૦ ₹ ના સ્ટેમ્પ પર નોટરાઈઝડ એન.ઓ.સી. રજુ કરવાનુ હોય છે.



વિક્રમા-2 રહેણાંક એપાર્ટમેન્ટ મા ફાયર  NOC અને ફ્લેટમાં રહેતા માલિકોની મંજૂરી હોય તો જ ઇમ્પેક્ટની ફાઈલ મંજૂર કરવાની હોય છે. પરંતુ કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ પૂર્વ ટી.ડી.ઓ જીતેશ રમણલાલ ત્રિવેદી અને ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, બાંધકામ તપાસનીસ અને  એમના અંગત ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા એક ચર્ચાસ્પદ  પોલીસ અધિકારીના પુત્ર દ્વારા  ટી.પી ૨૩  માં લો- રાઈઝ રહેણાંક  ટાવરની પરવાનગી મેળવેલ હતી .પરંતુ રજાચિઠીઓ મેળવ્યા બાદ સ્થળે રજાચિઠી વિરુદ્ધ ના ફલેટોનુ બાંધકામ કરેલ એ તમામ ફ્લેટોનુ વેચાણ કર્યા બાદ વિક્રમા-૨ ના તમામ એપાર્ટમેન્ટ તમામ ટાવરો ઉપર ગેરકાયદેસર પેન્ટહાઉસનું બાંધકામ કરી  અને ગેરકાયદેસર રીતે વેચાણ કરી અને દસ્તાવેજ પણ કરી આપવામાં આવેલ છે. સીટી સર્વેઓફિસમા પ્રોપર્ટી કાર્ડ પણ બની ગયેલ છે.લો રાઈઝ પરવાનગી મેળવેલ હોય અને ઉપર પેન્ટહાઉસનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ  હોય તેથી CGDCRના નિયમ મુજબ  ઊંચાઈ વધી જતી હોય તેથી વિક્રમા-2 હાયરાઇઝડ ના નિયમ મા આવે છે. જો હાઈરાઈઝ ની વ્યાખ્યામાં આવતું હોય તેથી ઇમ્પેક્ટના કાયદા મુજબ ઇમ્પેક્ટ મંજૂર કરતા સમયે વિક્રમા-2 માં રહેતા તમામ રહેવાસીઓ ત્યાંના ફ્લેટ માલિકોની  ૧૦૦% (નો ઓબ્જેકશન સર્ટિફિકેટ ) એટલે કે એન.ઓ.સી ફરજિયાત રજુ કરવાનુ હોય છે.તેમજ વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગનું એન.ઓ.સી. ફરજિયાત રજુ કરવાનુ હોય છે. પરંતુ સ્થળે ફાયર સિસ્ટમના કોઈ પણ સાધનો લગાવેલ નથી કે ફાયર સિસ્ટમ મુકેલી નથી કે ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવેલ નથી . કે ઇમ્પેક્ટની ફાઈલમા ફાયર વિભાગનુ એન.ઓ.સી. રજુ કરેલ નથી.

ઇમ્પેક્ટની ફાઈલમાં ફાયરની સિસ્ટમની એનઓસી  ન હોઈ તેથી રહેવાસીઓ ભયના ઓથા હેઠળ
વિક્રમા- ૨ નુ બાંધકામ ચર્ચાસ્પદ પોલીસ  અધિકારી ના બિલ્ડર પુત્રની હોઈ તેથી ઇમ્પેક્ટની ફાઈલ જીતેશ ત્રિવેદીના કહેવાથી ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા ફાઈલ મૂકેલી હોઈ સદર ફાઈલને ગેરકાયદેસર રીતે મંજૂરી આપેલી છે. સદર ઇમ્પેક્ટની ફાઈલમાં ફાયરની સિસ્ટમ લગાવેલી ન હોય તેમ જ એનઓસી પણ લીધેલી ન હોઈ તેથી ત્યાંના રહેવાસીઓ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. વિરોધ કરી રહ્યા છે.પરંતુ ચર્ચાસ્પદ પોલીસ અધિકારીના બિલ્ડર પુત્રએ વિક્રમા ૨ માં આપેલ વિકાસ પરવાનગી વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એલ ૧૬૩/૨૦૧૧-૨૦૧૨ તા-૨૪-૨-૨૦૧૨ તથા વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એપારમેન્ટ ૩૬૯/ ૨૦૧૧-૨૦૧૨ તારીખ ૧૩-૩-૨૦૧૨ થી આપેલ તમામ એપાર્ટમેન્ટ મા રજાચિઠીઓ વિરુદ્ધ બાંધકામ કરેલ છે.તેથી વિક્રમા-2 મા તમામ એપાર્ટમેન્ટના તમામ ફ્લેટની ઇમ્પેક્ટ ભરવાની થાય  છે. અને ફાયર વિભાગ નુ એન.ઓ.સી.મેળવી અને તમામ ફ્લેટ માલિકોનુ એન.ઓ.સી. મેળવી બાદ ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરવાની થાય છે.પરંતુ કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ ટી.ડી.ઓ જીતેશ રમણલાલ ત્રિવેદી અને એમના નીચેના બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર અને એમના ચોક્કસ આર્કિટેક દ્વારા ફક્ત પેન્ટહાઉસ ની ગેરકાયદેસર ઇમ્પેક્ટ ભરી અને મહાનગર પાલિકા વડોદરાની તીજોરીને  કરોડોનુ નુકસાન કરેલ છે.



પાલિકાની તીજોરીને થયેલું નુકસાન પણ ભ્રષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ પાસેથી વસુલ કરવુ જોઈએ....
વિક્રમા- ૨ ના તમામ એપાર્ટમેન્ટમા ફ્લેટનુ બાંધકામ  આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ હોય  તેથી વિવાદાસ્પદ પોલીસ અધિકારીના બિલ્ડર પુત્રને વિક્રમા - ૨ ની આપેલ રજાચિઠીઓ રદ કરી અને સદર એપાર્ટમેન્ટ  ઉપર  ગેરકાયદેસર પેન્ટહાઉસનાં બાંધકામ કરી અને ગેરકાયદેસર ઇમ્પેક્ટ ભરેલી હોય તે ઇમ્પેક્ટ તાત્કાલિક રદ કરી,ના મંજૂર કરી અને જે ચોક્કસ આર્કિટેકટ દ્વારા મંજૂરી મેળવેલી હોઈ એ ચોક્કસ આર્કિટેક્ટનું લાઇસન્સ રદ કરી અને આ ચોક્કસ આર્કિટેકે જે જે ઇમ્પેક્ટ ની ફાઈલો તેમજ વિકાસ પરવાનગીઓ કરાર આધારિત જીતેશભાઈ ત્રિવેદીના સમયમાં મંજુર મેળવેલ હોય એ તમામ ફાઈલોની વિજિલન્સ દ્વારા ચકાસણી કરી અને તાત્કાલિક ઇમ્પેક્ટની ફાઈલ અને રજા ચિઠ્ઠી રદ કરી અને વિવાદાસ્પદ પોલીસ અધિકારી ના બિલ્ડર પુત્ર તથા ચોક્કસ આર્કિટેક્ટ અને ભ્રષ્ટાચારમા ગળાડુબ જીતેશ ત્રિવેદી,ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, બાંધકામ તપાસનીસ સામે કાયદેસર રીતે સરકારશ્રી દ્વારા તેમજ નવા આવેલ મ્યુનિસિપલ કમિશનરએ પગલાં ભરવા જરૂરી છે. જેથી કરીને ત્યાં રહેતા નાગરિકોને જાનમાલને  નુકસાન બચી શકે અને આવી ગેરકાયદેસર બીજી ફાઈલો વડોદરા મહાનગરપાલિકા ટાઉન  પ્લાનિંગ શાખા ના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા  તેમજ ત્રિવેદીના સમયમાં જે જે ફાઈલો  અથવા તો રજા ચિઠ્ઠીઓ મંજૂર કરેલ છે. એ તમામ ફાઈલોની ચકાસણી કરી અને અને તાત્કાલિક ધોરણે એ તમામ ઇમ્પેક્ટની ફાઈલો અને  રજા ચિઠ્ઠીઓ રદ કરી અને કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક  પામેલ  ટી.ડી.ઓ. ત્રિવેદી તેમજ ડે.ટી.ડી.ઓ. બાંધકામ તપાસનીસ અને ચોક્કસ આર્કિટેક્ટની  સામે ફોજદારી રાહે કેસ કરી જે મહાનગર પાલિકાની તીજોરીને નુકસાન કરેલ છે,તે નુકસાન પણ બાંધકામ પરવાનગીના ભ્રષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ પાસેથી વસુલ કરવુ જોઈએ. 

જીતેશ ત્રિવેદી અને તેમના અધિકારીઓએ કર્યો મોટો ભ્રષ્ટાચાર...
ખરેખર વિક્રમા-૨ ના તમામ એપાર્ટમેન્ટ ના તમામ ફ્લેટની અને પેન્ટહાઉસની ઇમ્પેક્ટ  ભરવાની થાય પરંતુ  મોટો ભ્રષ્ટાચાર કરી અને ફક્ત પેન્ટહાઉસ ની ઇમ્પેક્ટ લઈને બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને કરાર આધારીત નિમણૂક પામેલ જીતેશભાઈ રમણલાલ ત્રિવેદી અએ મહાનગર પાલિકાને મોટુ નુકસાન કરેલ છે.તેથી મહાનગર પાલિકાને કરેલ નુકસાન આ ભષ્ટાચારી કર્મચારીઓ/અધિકારીઓ પાસેથી વસુલ કરી અને આકરી સજા કરવી જોઈએ.જીતેશ ત્રિવેદીના સમયમાં એમની નીચેના  તમામ બાંધકામ તપાસનીસ તમામ ડેપ્યુટી ટીડીઓ ની સામે પણ ફોજદારી રાહે કેસ કરી અને પગલાં ભરવા જોઈએ. નવા નિમણૂંક પામેલ  મ્યુનિસિપલ કમિશનર બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે પગલું ભરશે એ હવે જોવાનુ રહ્યુ..પ્રજાના હિતમાં નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર જાગે અને  ભ્રષ્ટાચારી ટી.ડી.ઓ તમામ ડેપ્યુટી ટીડીઓ તેમજ તમામ બાંધકામ તપાસનીની સામે તાત્કાલિક શિક્ષાત્મક કાયદાનીરુએ કડકાઈ થી પગલાં ભરે એવી  રજૂઆત છે.હાલમાં ડે.મ્યુનિસિપલ કમિશનર કેતન પી જોષીને કમિશનરનાં પાવર ડેલિગેટ કરેલા છે.

વિક્રમા-2 ફાયર NOC અપાયું નથી : ચીફ ફાયર ઓફિસર 
ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે વિક્રમા-2 બિલ્ડીંગને ફાયર એનઓસી અપાયું નથી તો ચીફ ફાયર ઓફિસર તપાસ કરાવશે ખરી કે ફાયર એનઓસી લીધા વગર જ બિલ્ડીંગની ઇમ્પેક્ટ ફાઇલ મંજુર કેવી રીતે કરાઇ. શું વિક્રમા 2ના બિલ્ડરને નોટિસ અપાશે કે કેમ.

Reporter: admin

Related Post