કૃણાલ ચાર રસ્તાના ગરીબોના દબાણ તોડાયા પણ માલેતુજારોએ કરેલા દબાણ તોડવામાં પાલિકાને શરમ આવે છે.

વિક્રમા -2ના બિલ્ડર નિવૃત પોલીસ અધિકારીના પુત્રએ પાલિકાના પ્લોટ પચાવી પાડી બગીચો બનાવી દીધો...
કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓએ શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવાનું અભિયાન શરુ કર્યું છે અને તેના ભાગરુપે તેઓ કુણાલ ચાર રસ્તાના ગરીબોના બજારના દબાણને તોડી પાડ્યું હતું. આ સિવાય દબાણની ટીમ વિવિધ વિસ્તારોમાંથી રોજ લારી ગલ્લા અને કેબિનો ઉંચકી લે છે અને દબાણો હટાવે છે પણ આ અધિકારીઓને પાલિકાનો જ પ્લોટ પચાવી પાડનારા બિલ્ડરો, વિશ્વામિત્રીના તટ પર માલેતુજારોની ગેરકાયદેસર હોટલો, બંગલાઓ અને મોલ દેખાતા નથી. આવા ગેરકાયદેસર દબાણો તોડવા જતાં પહેલા તેમની આંખો જ બંધ થઇ જાય છે અને તેથી તે દબાણો તડવા જતા નથી. બાંધકામ પરવાનગી શાખા વડોદરા દ્વારા પશ્ર્ચિમ વિસ્તારમા ટી.પી.૨૩ તાંદળજા વિસ્તારમા નિવૃત્ત પોલિસ અધિકારી ના પુત્ર ટી.ડી.ઓ.પી.૨૩મા વિક઼મા ~૨ ને લો-રાઈઝ રહેણાંક ૮ ટાવરોની એપારમેન્ટ ની બાંધકામ પરવાનગી આપવામા આવેલ હતી.ટી.પી..૨૩ મા વિક઼માના ડેવલપર્સના માલિક દ્વારા મહાનગર પાલિકાની માલિકીના અનામત પ્લોટ પર દબાણ કરેલ છે.અને ટી.પી.રોડ પર કરેલ ગેટ કરીને દબાણ કરેલ છે. ટી.ડી.ઓ.પી.૨૩ મા નિવૃત્ત અધિકારીના પુત્રો દ્વારા જે રહેણાંક લો-રાઈઝ ટાવરોની પરવાનગી મેળવેલ હતી. તે તમામ ટાવરોમા આપેલ રજાચિઠીઓ વિરુદ્ધ નુ બાંધકામ કરેલ છે.તદ ઉપરાંત સદર ટાવરો ઉપર ગેરકાયદેસર પેન્ટ હાઉસ નુ બાંધકામ કરેે છે. તેમ છતા ભ્રષ્ટાચાર કરી કમ્પ્લીસન, ઓક્યુપેશન સર્ટિફિકેટ આપેલ છે.સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવાનો કાયદો એટલે કે ઇમ્પેક્ટનો કાયદો અમલમા લાવ્યા . આ કાયદા મા નિયમો ને આધિન ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવા ઇમ્પેક્ટ ની ફાઈલ રજુ કરતા સમયે ઇમ્પેક્ટ ના કાયદા મુજબ ફાયર વિભાગ નુ એન.ઓ.સી.રજુ કરવાનુ હોય છે. તેમજ રહેણાંક એપારમેન્ટ દરેક ફ્લેટ ના માલિકોનુ ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવા સંદર્ભ નુ N.O.C. રજુ કરવાનુ હોય છે.પરંતુ ટી.ડી.ઓ ના ચોક્કસ આર્કીટેક દ્વારા સદર ટી.પી.૨૩ મા જે આઠ રહેણાંક એપારમેન્ટ મા ઇમ્પેક્ટ ની ફાઈલો મા ફાયર વિભાગ નુ N.O.C. રજુ કરેલ નથી.તેમજ એપારમેન્ટ ના ફ્લેટ માલિકોને પણ N.O.C. રજુ કરેલ નથી
પાલીકાના ટી.પી.અનામત પ્લોટ નં 71 મા નિવૃત પોલિસ અધિકારીના પુત્ર એ ગાર્ડન કરી અને દબાણ કર્યું...
ટી.પી. સ્કીમ નં 23 (તાંદળજા) વિક઼મા-2 ની વચ્ચે આવેલ મહાનગર પાલીકા ના રહેણાંક માટે વેચાણ માટે રહેલા ટી.પી.અનામત પ્લોટ નં 71 મા નિવૃત પોલિસ અધિકારી ના પુત્ર એ ગાર્ડન કરી અને દબાણ કર્યું છે અને વિક્રમા-2 માં વસવાટ કરતા ફ્લેટ માલિકોને વપરાશ માટે આપી દીધો છે. મહાનગર પાલિકાનો ફાઇનલ પ્લોટ નં 71 રહેણાંક વેચાણ માટેના પ્લોટમાં દબાણ કરેલું હોવા ની ટી.ડી.ઓને જાણ હોવા છતા મહાનગર પાલિકાના માલિકીના પ્લોટમાં કરાયેલું દબાણ દુર કરેલું નથી અને નિવૃત પોલિસ અધિકારીના પુત્ર સામે લેન્ડ ગ઼ેબીંગની કરીયાદ પણ કરેલી નથી. ભષ્ટાચારમાં ગળાડુબ ટી.ડી.ઓ સહિતના અધિકારીઓ વડોદરાના વિકાસ ને બદલે મહાનગર પાલિકાની તીજોરીને નુકસાન કરતા હોય એવુ ફલીત થાય છે. ટી.પી..૨૩ મા વિક઼મા ~૨ ના ડેવલપર્સ દ્વારા મહાનગર પાલિકાની માલિકીના અનામત પ્લોટ પર કરેલ દબાણ અને ટી.પી.રોડ પર કરેલ ગેટ કરીને કરેલ દબાણ ટી.ડી.ઓ પરીમલ પટણીએ દૂર કરેલ નથી .અને મહાનગર પાલિકાને મોટુ નુકસાન કરેલ છે.
૧૨ વર્ષથી દબાણ કરનારા TMC ના સાંસદ યુસુફ પઠાણ ઉપર પાલિકા મહેરબાન કેમ ?
છેલ્લા ૧૨ થી વધુ વર્ષથી યુસુફ પઠાણે, વડોદરા માં આવેલા તાંદલજા ના ટી.પી.-૨૨ ના ફાયનલ પ્લોટ નં.૯૦ ની વડોદરા કોર્પોરેશન ની માલિકીની આશરે ૧૦,૫૦૦ ચોરસ ફૂટ જમીન ઉપર દબાણ કરેલું છે અને આ મામલે ફરિયાદો પણ થયેલી છે પણ પાલિકા યુસુફ પઠાણે કરેલા દબાણને હટાવતું નથી. થોડાક મહિનાઓ પહેલા ભાજપા ના જ એક પૂર્વ કોર્પોરેટરે પણ યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર દબાણ તોડવા માટે લેખિત ફરિયાદ આપેલ હતી તેમજ હાલ ના એક કોર્પોરેટર તો કલેકટર કચેરી પહોચી યુસુફ પઠાણ ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા પહોચી ગયા હતા બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ માં દબાણ યથાવત રહે તે માટે આશરે એક વર્ષ પહેલા 2024માં ખોટો દાવો ઉભો કરી સમય પસાર કરે છે સાથે યુસુફ નું દબાણ લાંબો સમય યથાવત રહે અને લોકો ભૂલી જાય એ માટે વડોદરા કોર્પોરેશન ના વકીલો પણ શાશન ની સુચના મુજબ સાથ આપતા જણાય છે. ગુજરાત હાઈકોર્ટે આજ દિવસ સુધી વડોદરા કોર્પોરેશન ને દબાણ દુર કરવા માટે રોકતો હુકમ એટલે કે તોડવા ઉપર "સ્ટે" આપેલો નથી અને વડોદરા કોર્પોરેશન આજે પણ બુલડોઝર મારી ને દબાણ દુર કરી શકે તે માટે ન્યાયિક રીતે મુક્ત છે, છતાય યુસુફ પઠાણ નું જગજાહેર દબાણ અને તે પણ અંગત ઉપયોગ માટેનું દબાણ દેખાતું નથી.ટી.પી.સ્કીમ નં ૨૨ તાંદળજા મા મહાનગર પાલિકા વડોદરાના માલિકીના રહેણાંક વેચાણ ના અનામત પ્લોટ મા અને સાંસદ યુસુફ પઠાણ દ્વારા ઘણા સમય થયા દબાણ કરી કબ્જો કરેલ છે.પરંતુ ટી.ડી.ઓ પરીમલ પટણી દ્વારા ટી.પી.૨૨ ના મહાનગર પાલિકાના માલિકીના પ્લોટ ને પરત લેવા અને યુસુફ પઠાણ દ્વારા કરેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા અને પરત લેવા સંદર્ભ કાર્યવાહી કરેલ નથી.અને ફરજ પત્યે બેદરકારી રાખેલ છે.
Reporter: admin