News Portal...

Breaking News :

અચાનક મૃત માતાને બદલે તેનો દીકરો ચિતા પર કેમ સૂઈ ગયો?

2025-05-16 14:34:12
અચાનક મૃત માતાને બદલે તેનો દીકરો ચિતા પર કેમ સૂઈ ગયો?


જયપુરઃ માતા-પિતાને પૃથ્વી પરના ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ શું અત્યારેના સંતાનો માતા-પિતાને ભગવાન માને છે ખરા? આ કળિયુગમાં અત્યારે સંતાનો માતા-પિતાની સંભાળ ધ્યાન નથી આપતાં.



રાજસ્થાનના જયપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રાજસ્થાનના જયપુરમાં 80 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ, તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો હતો. સ્મશાનમાં ચિતા માટે લાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અચાનક મૃત માતાને બદલે તેનો દીકરો ચિતા પર સૂઈ ગયો. આથી ત્યાં હાજર લોકો અચંબિત થઈ ગયાં હતાં.



દુષ્ટ દીકરાએ માતાના અંતિમ સંસ્કાર પણ બંધ કરાવી દીધા
પુત્ર ચિતા પર સૂઈ ગયો તેનું કારણ માતા પ્રત્યેના પ્રેમ નહીં, પરંતુ તે ચાંદીના એક દાગીનો હતો. ચાંદીનો એક ટુકડો મેળવવા માટે દુષ્ટ દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર પણ બંધ કરી દીધા. આ સમગ્ર ઘટના જયપુરના ગ્રામીણ વિસ્તાર વિરાટનાગરમાં બની હતી. અંતિમ સંસ્કાર કરતી વખતે માતાના શરીર પર પહેલા ઘરેણાં માતાની સંભાળ રાખતા તેના મોટા પુત્ર ગિરધારી લાલને સોંપી દીધા હતાં. આ જોઈને તેનો નાનો ભાઈ ઓમપ્રકાશ આવ્યો અને ચિતા પર સૂઈ ગયો અને કહ્યું કે, ‘પહેલા માતાની ચાંદીના કડા આપી દો. જો તે મને નહીં આપો તો હું અહીંથી ઉઠીશ નહીં. હું મારી જાતને બાળી નાખીશ’.

Reporter: admin

Related Post