News Portal...

Breaking News :

બંધ ગેરેજમાંથી અંદાજે રૂ.1.80 લાખની કિંમતના સામાનની ચોરી મામલે કપુરાઈ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

2025-05-16 14:31:13
બંધ ગેરેજમાંથી અંદાજે રૂ.1.80 લાખની કિંમતના સામાનની ચોરી મામલે કપુરાઈ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો


વડોદરા : હાઇવે પર તરસાલી બ્રિજ નજીક બંધ ગેરેજમાંથી અંદાજે રૂ.1.80 લાખની કિંમતના સામાનની ચોરી મામલે કપુરાઈ પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીના સામાન સાથે કુલ રૂ. 2.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.



શહેરના વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે  રહેતા નવીનભાઈ પટેલ નેશનલ હાઇવે નં. 48 પર તરસાલી બ્રિજ નજીક  ગિરનાર હોટલની પાસે પટેલ મોટર્સ નામથી ગેરેજ ધરાવે છે. ગત તા. 10 એપ્રિલના રોજ તેમના ગેરેજમાંથી  એન્જિન ક્રેક, પંપ નોઝલ, પાઇપો, વેલ્ડીંગ મશીન, કમ્પ્રેશન , વિવિધ પાર્ટ્સ વિગેરે સહિત અંદાજે રૂ.1.80 લાખની કિંમતના સામાનની ચોરી થતા તેમણે કપુરાઇ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ ચલાવી રહેલ કપુરાઈ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળતા સોમાતળાવ નજીક રાજનગર સોસાયટી પાસે ટેમ્પો લઈને ઊભો રહેલ આરોપી ઈરફાન અબ્દુલરહેમાન શેખ (રહે - ઈશા મસ્જિદ પાસે, સિગ્નલવાળુ ફળિયું, ગોધરા )ને ઝડપી પાડ્યો હતો. 


ટેમ્પોમાંથી કોન્સ, ડિશમિશ, પક્કડ, જેક જેવો સામાન મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ ગેરેજમાંથી ચોરીની કબુલાત કરતા આરોપીના રિમાન્ડ મેળવી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી ટેમ્પો સહિત કુલ રૂ.2,59,500નો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામાં મદદગારી કરનાર હુસેન મુસ્તાકઅલી મિર્ઝા, હસન શકીરભાઈ શેખ, જુબેર મજીદ વહાલીયા અને સુલતાન અબ્દુલ ટાપ (તમામ રહે- ગોધરા)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Reporter: admin

Related Post