News Portal...

Breaking News :

પહલગામ હુમલામાં મોતને ભેટેલા લોકો માટે BIG B એ શું લખ્યું???

2025-05-11 11:11:02
પહલગામ હુમલામાં મોતને ભેટેલા લોકો માટે BIG B એ શું લખ્યું???




મુંબઈ : અમિતાભ બચ્ચને પહલગામ હુમલામાં મોતને ભેટેલા લોકો માટે શોક વ્યક્ત કરતા લખ્યું, 'એ રાક્ષસે, નિર્દોષ પતિ-પત્નીને બહાર ખેંચી, પતિને નગ્ન કરી તેના ધર્મ પૂછ્યા બાદ, તેને ગોળી મારવા લાગી. 

પત્ની ઘૂંટણે પડી ગઈ અને રડતા-રડતા વિનંતી કરી કે મારા પતિને ન મારો. તેના પતિને એ રાક્ષસે કાયરતાથી ખૂબ જ ક્રૂરતા સાથે મારીને પત્નીને વિધવા બનાવી દીધી!!! જ્યારે પત્નીએ કહ્યું, 'મને પણ મારી દો!! તો રાક્ષસે કહ્યું નહીં! તું જઈને '...' ને કહેજે! આ દીકરીની મનઃસ્થિતિ પર પૂજ્ય બાપૂજીની એક કવિતાની પંક્તિ યાદ આવી- જાણે તે દીકરી '...' પાસે ગઈ અને કહ્યું- 'હે ચિતા કી રાખ કર મેં, માંગતી સિંદૂર દુનિયા' (બાપૂજીની પંક્તિ) તો '...'એ આપ્યું સિંદૂર!!! OPERATION SINDOOR!!! જય હિન્દ, જય હિન્દી કી સેના, ન થમેગા કભી, ન મૂડેગા કભી, તૂ ન ઝૂકેગા કભી કર શપથ, કર શપથ, કર શપથ! અગ્નિપથ! અગ્નિપથ! અગ્નિપથ! અમિતાભ બચ્ચને લાંબા સમયથી પહલગામ હુમલા પર ચુપ્પી સાધી હતી અને આ વાત ફેન્સને જરાય પસંદ નહતી આવી. છેલ્લાં ઘણાં દિવસોથી બચ્ચન ટ્વિટ તો કરી રહ્યા હતાં પરંતુ, બ્લેન્ક. તેમણે ન તો પહલગામ હુમલા પર કંઈ કહ્યું અને ન તો ઓપરેશન સિંદૂર પર. આ સિવાય ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર પણ તે ચૂપ હતાં. એવામાં યુઝર્સ સતત સવાલ કરી રહ્યા હતાં કે આખરે તેઓ ક્યારે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપશે? હવે ભારત-પાકિસ્તાનનો તણાવ વધી રહ્યો છે, ત્યારે તેમની આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે.

Reporter: admin

Related Post