રાજકોટની ઘટના સંદર્ભે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવ્યો હતો જેની સુનાવણી કરવામાં આવી હતી.ચાર કલાક સુધી આ સુનાવણી ચાલી હતી જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી
હાઇકોર્ટે કહ્યું હતું કે અમને તમારા કે તમારા તંત્ર ઉપર કોઈ ભરોસો નથી. ચાર વર્ષમાં છ મોટી ઘટનાઓ બની છે ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકારની મશીનરી કામ કરી નથી રહી તેના કારણે લોકો મરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કોગ્નાઈઝન્સ બાદ સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચે કહ્યું કે 28 લોકોના મોત હત્યાથી ઓછા નથી. રાજકોટ અગ્નિકાંડના મામલે હાઇકોર્ટે આજે કઠોર ટિપ્પણીઓ કરતા તંત્ર દોડતું થઇ ગયું છે.
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સાડા ચાર કલાક સુનાવણી ચાલી જેમાં મુખ્ય નોંધ નીચે મુજબ રહી
- RMCની કોઇ રજૂઆત થતાં કોર્ટે કહ્યું હતુ કે અમે RMCના કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા પણ કરતા નથી
- રાજકોટ પોલીસ કમિશનર TRP ગેમ ઝોનને કોઇ પરમિશન અપાય હતી, તેની માહિતી આપે
- HCની વધુ કાર્યવાહી ૬ જૂને, ૩ જૂન સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરશે
- ૩ જૂન પહેલા એફિડેવિટ ફાઇલ કરશે
- બીજા કોર્પોરેશન પણ એફિડેવિટ ફાઇલ કરશે
- નોટિસ રિટર્નેબલ ૬ જૂન આગળ રેગ્યુલર કોર્ટ શરૂ થશે ત્યારે ચીફ જજની બેન્ચ સમક્ષ આ PIL ચાલશે.
Reporter: News Plus