શહેરના હોંશિયાર રોડ કોન્ટ્રાક્ટરો દરેક વિસ્તારમાં રસ્તા પર નવો રસ્તો બનાવી દે છે પરિણામે ડ્રેનેજ લેવલ રોડ લેવલ કરતા ઉંચુ થઇ જાય છે પરિણામે દરેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દર ચોમાસામાં યથાવત રહે છે.
વાઘોડીયા રોડ પર 2થી 3 ઇંચ વરસાદમાં કેડ સમા પાણી ભરાઇ જાય છે અને નાગરિકોના ઘરમા પાણી આવી જાય છે આનુ કારણ પાલિકાની રોડ ઉપર જ નવા રોડ બનાવીને રોડ ઊંચા કરવાની ખરાબ કામગીરી છે. વાઘોડીયા મેઇન રોડ ૨૦૨૧ મા જ્યારે બનાવવામા આવ્યો ત્યારે આ વિસ્તારના સમાજ સેવક કે જેમના ઘરમા ચોમાસાના દિવસોમા બે- ત્રણ વાર ઘરમા પાણી આવી જાય છે તેવા પ્રણવભાઇ ત્રિવેદી, જાગૃત નાગરિક કલ્પેશભાઇ પટેલ તથા આ ગલીમા આવેલી સોસાયટીના અન્ય જાગૃત નાગરિકો કે જેઓને વરસાદના પાણી ભરાવાના કારણે તકલીફ પડે છે તે બધાએ ભેગા થઇને રોડ બનાવવાનો વિરોધ કયોઁ હતો અને કામગીરી પણ અટકાવી હતી પરંતુ કહેવત છે ને કે સત્તા આગળ શાણપણ નકામુ તેમ નાગરિકોની સમસ્યાને બાજુ ઉપર મૂકીને પાલિકા ધ્વારા રોડ ઉપર રોડ બનાવી જ દીધો અને સોસાયટી વિસ્તાર નીચો થઇ ગયો અને આજે પરિસ્થિતિ એવી છે કે ૨-૩ ઇંચ વરસાદમા આવિસ્તારના નાગરિકોને બહાર નીકળવામા પણ કેડ સમા પાણીમાથી પસાર થવુ પડે છે અને ઘરમા પાણી ભરાવાથી નુક્સાન પણ થાય છે
અને આજવારોડની ઊચાણ વિસ્તારનુ પાણી પણ અહીથી બહાર જાય છે આ વિસ્તાર રકાબી જેવો છે એક બાજુ આજવા રોડ ઊંચો અને બહાર વાઘોડીયા મેઇન રોડ ઊંચો પરંતુ આ બધુ પાલિકાના અધિકારીઓને નજરમા નથી આવતુ તેમને તો કોન્ટ્રાક્ટરોનો ફાયદો જોવાય છે નાગરિકોનુ જે થવુ હોય તે થાય. આ જ પ્રકારે તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં દીપીકા સોસાયટી સહિતની આસપાસની સોસાયટીના રહિશોએ પણ રસ્તા પર નવો રસ્તો બનાવવાના કામોનો સ્થાનિક રહિશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કોર્પોરેશન આ પ્રકારે અણઘડ કામગિરીની કરીને સમગ્ર વિસ્તાર જળબંબાકાર કરી દે છે અને તેથી લોકોને ખુબજ તકલીફ ભોગવવાની સાથે નુકશાની પણ સહન કરવી પડે છે.
Reporter: admin