News Portal...

Breaking News :

વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું

2026-07-14 10:37:45
વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું

વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક થયેલી દુઃખદ બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ લઈને વિશેષ વિમાન સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યું હતું. આ અંગે હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર માહિતી આપી છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 11 જુલાઈએ ફુ ક્વોક ખાતે થયેલા બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીયોના પાર્થિવ દેહોને લઈને વિમાન સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી ગયું છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અને હો ચી મિન્હ સિટીમાં આવેલ ભારતીય કોન્સ્યુલેટ સંબંધિત રાજ્ય સરકારો સાથે સતત સંકલન કરી રહ્યા છે, જેથી પાર્થિવ દેહોને શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારજનો સુધી પહોંચાડી શકાય.


દૂતાવાસે અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ દુઃખની ઘડીમાં ભારત સરકાર અને દૂતાવાસ તેમના પરિવાર સાથે છે અને તેમની પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

ઉલ્લેખનીય છે કે 11 જુલાઈએ વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક પ્રવાસીઓને લઈ જતી બોટ દુર્ઘટનાગ્રસ્ત બનતા 15 ભારતીય નાગરિકોના મોત થયા હતા. ઘટના બાદ ભારતીય દૂતાવાસે સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરીને મૃતદેહોને ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter: admin

Related Post